Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હી ઈલેકશન: વરરાજાએ અનોખુ ઉદાહરણ આપ્યું :વરઘોડે ચઢી પહોંચ્યો મતદાન મથક

સવારે 7 વાગ્યાથી વરરાજા લાઈનમાં ઉભા હતા: વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું

નવી દિલ્હી : દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકોમાં જાગરૂકતા જોવા મળી રહી છે. ત્યારે દેશ પ્રત્યેની ફરજ બતાવનાર વરરાજા કહ્યું 5 વર્ષમાં એક વાર મતદાન આવે છે કરવું જ જોઈએ

   દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન લક્ષ્‍મીનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરે લગ્ન હોવા છતા પરિવાર મતદાન કરવા પહોંચ્યું હતું. વરરાજાએ લગ્ન પહેલા મતદાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો  મતદાન પાંચ વર્ષમાં એક વખત આવે છે. લગ્ન કરતાં પહેલા મતદાન કરવું તે જરૂરી હતું. જેથી સવારે 7 વાગ્યાથી તે લાઈનમાં ઊભા હતા

(11:49 am IST)