Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કોરોનાને કારણે ચાઇનીઝ આઇટમો ૩૦% મોંઘી થશે

મોબાઇલ, સીસીટીવી કેમેરા રમકડા, એસેસરીઝ સહિતની ચીજો મોંઘી

નવી દિલ્હી, તા. ૮ : ચીનમાં જીવલેણ બનેલ કોરોના વાયરસની અસર ભારતીય બજારોમાં પણ હવે દેખાવા લાગી છે. ઇલેકટ્રોનિક પાર્ટસથી માંડીને મોબાઇલ ઉપકરણ અને રમકડાના ભાવોમાં ઘ૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. દિલ્હી, લખનૌ, ઉત્તરાખંડ અને ઝારખંડની બજારોમાં આ ભાવ વધારાની અસર ચોખ્ખી દેખાઇ રહી છે. ચીની કંપનીઓમાં ઉત્પાદન ઓછું થવાના કારણે આ થઇ રહ્યું છે.

દિલ્હીમાં ફેડરેશન ઓફ સદર બજાર ટડર્સ એસોસીએશનના પ્રમુખ રાકેશ યાદવનું કહેવું છે કે, ચીની સામાનનો પ્રભાવ ભારતીય બજાર પર જોરદાર છે. સૌથી વધારે ઘરેલુ સ્વમાન ચીનથી જ આવે છે. ફેબ્રુઆરીમાં ચીનમાં ઓફીશ્યલ રજાઓ હોવાના કારણે હોળી સુધીનો સામાન અમે ડીસેમ્બરમાં જ મંગાવી લઇએ છીએ કોરોનાના કારણે ચીનમાં ઉતપાદન પર અસર થવાના કારણે હવે સામાન આવવાની શકયતાઓ ઓછી છે. બધા વેપારીઓનો જૂનો સ્ટોક પણ હવે ધટવા લાગ્યો છે.

ચીનમાં ગ્લાસ, માસ્કની ફેકટરીઓ બંધ થવાની અસર ભારત પર પણ પડી છે. લખનૌમાં વેપારીઓએ માસ્કની કિંમત વધારી દીધી છે જે માસ્ક જથ્થાબંધ બજારમાં ત્રણથી ચાર રૂપિયામાં મળતો હતો તેના હવે પાંચથી આઠ રૂપિયા ચૂકવવા પડે છે. સામાન્ય એનલ્પ માસ્ક પણ પ૦ને બદલે ૭૦ રૂપિયામાં મળી રહ્યો છે.હોળીની તૈયારીઓ માટે ચીની પીચકારી અને અબીલ ગુલાલની ખરીદી માટે ચીન જનાર વેપારીઓએ પોતાનો પ્રવાસ કેન્સલ કરી દીધો છે.

કોરોના વાયરસની અસર ઉત્તરાખંડની બજારોમાં પણ દેખાઇ રહી છે. હલ્દાનીમાં મંગલ સેલ્સના માલિક અગરવાલનું કહેવું છે કે મોબાઇલની આયાત ૪૦ ટકા જેટલી ઘટી ગઇ છે. ટીવી, સીસીટીવી કેમેરા, બીજો સામાન ૩૦ કટા જેટલો ઓછો આવી રહ્યો હોવાથી તેના ભાવ ર૦ થી ૩૦ ટકા વધી ગયા છે. મોબાઇલ એસેસરીઝના વેપારી એઝહરે જણાવ્યું કે પ૦૦ રૂપિયામાં આવતા ચાઇનીઝ મોબાઇલ ડીસ્પ્લે હવે ૬પ૦થી ૭૦૦ રૂપિયામાં મળે છે.

(11:38 am IST)