Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

નાણા મંત્રાલયને આશા

૮૦ ટકા કરદાતા આઇટીના નવા વિકલ્પને પસંદ કરશે

મુંબઇ, તા.૮: પહેલી ફેબુ્રઆરીના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે રજૂ કરાયેલા બજેટમાં આવકવેરા સ્લેબના બે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. કરદાતાઓએ પોતાની ઇચ્છા મુજબ કોઇ એક વિકલ્પની પસંદગી કરવાની છે. પ્રથમ વિકલ્પમાં ગત નાણાકીય વર્ષના સ્લેબને યાૃથાવત રાખવામાં આવ્યો છે. જયારે બીજા વિકલ્પમાં નવા સ્લેબમાં રજૂ કરવામાં આવ્યા છે. પ્રાૃથમ વિકલ્પમાં ૮૦ સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા બાદ મળે છે. જયારે બીજા વિકલ્પમાં ટેકસ રેટ ઓછો છે પણ ૮૦ સી હેઠળ કોઇ રકમ બાદ મળતી નથી. પ્રથમ નજરે તો ટેકસ કરદાતાઓને ૮૦ સી હેઠળ બચત કરવાની ટેવ પડી ગઇ છે તેઓ તો પ્રથમ વિકલ્પ જ પસંદ કરશે તેમાં કોઇ શંકા નથી. પણ જે નવા કરદાતા છે તેઓ બીજા વિકલ્પની પસંદગી કરે તો નવાઇ નહીં. જો કે સરકારે દાવો કર્યો છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮૦ ટકા કરદાતાઓ બીજા વિકલ્પની પસંદગી કરશે.

મહેસૂલ સચિવ અજયભૂષણ પાંડેએ જણાવ્યું છે કે અમારું માનવું છે કે ૮૦ ટકા કરદાતાઓ બીજા વિકલ્પની પસંદગી કરશે. તેમણે જણાવ્યું હતું કે અમે બજેટ પહેલા ૫.૭૮ કરોડ કરદાતાઓનો સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ ૬૯ ટકા કરદાતાઓને નવો વિકલ્પ પસંદ કરવાથી ફાયદો થશે. ૧૧ ટકા લોકો એવા છે જે જૂના વિકલ્પને પસંદ કરશે. જયારે ૨૦ ટકા લોકો એવા છે કે જેે પેપર વર્કથી બચવા માટે નવા વિકલ્પની પસંદ કરશે.

પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં જયારે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે પણ બે વિકલ્પ આપવામાં આવ્યા હતાં અને ૯૦ ટકા કંપનીઓ ઓછા ટેકસ રેટનો લાભ લેવા માટે નવા વિકલ્પની પસંદગી કરી હતી.

(8:15 pm IST)