Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ઓડિટ કંપનીઓ, ઓડિટરો જવાબદારીમાંથી છટકી શકશે નહીં

સરકારે ઓડિટરોની સ્વતંત્રતા અને જવાબદારી વધારવા માટે પ્રવર્તમાન નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવાન પ્રસ્તાવ મૂકયો છે

નવી દિલ્હી, તા.૮: સરકારે ઓડિટરોની સ્વતંત્રતા અને જવાબદારી વધારવા માટે પ્રવર્તમાન નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવાન પ્રસ્તાવ મૂકયો છે. સરકારે પ્રસ્તાવિત કાયદાકીય ફેરફાર માટે સુચનપત્ર જારી કર્યું છે. આ સુચન પત્ર એવા સમયે જારી કરવામાં આવ્યું છે જયારે દ્યણા ઓડિટરો અને ઓડિટ કંપનીઓ કથિત રીતે ગેરરીતિ આચરવાના મામલે નિયામકીય તપાસના ઘેરામાં આવી ગઇ છે.

આ કન્સલ્ટેશન પેપરમાં ઓડિટરોની સ્વતંત્રતાની માટે પાંચ જોખમ ઉપર અંકુશ મૂકવાની સલાહ આપી છે. આ જોખમો સ્વાર્થ, સ્વ-સમીક્ષા, સમર્થન, હિમાયત અને ભય સાથે સંબંધિત છે. પત્રમાં એક ચેપ્ટર ચાર મોટી ઓડિટ કંપનીઓની આર્થિક અસર અને ઘરેલુ ભારતીય કંપનીઓની ક્ષમતા નિર્માણની જરૂરીયાત અંગેનો છે. જેમાં ઘરેલુ કંપનીઓને વૈશ્વિક સંગઠનોની સમકક્ષ બનાવવાની વાત કરી છે.

પીડબ્લ્યુસી, ડેલોઇટ, ઇવાઇ અને કેપીએમજીને સામાન્ય રીતે ચાર મોટી ઓડિટ કંપની માનવામાં આવે છે. આ કંપનીઓ સ્થાનિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓના નેટવર્ક મારફતે ભારતમાં કામગીરી કરે છે.

મંત્રાલયે આ અંગે ટિપ્પણીઓ- સૂચનો માંગ્યા છે કે શું એક ઓડિટ કંપનીના છત્ર હેઠળ ઓડિટની સંખ્યા દ્યટાડવાની જરૂર છે. તે ઉપરાંત ઓડિટરોની જવાબદેહીતામાં સુધારણાને લઇ ઓડિટ કામગીરીનું નિરીક્ષણ અને કમ્પોઝિટ ઓડિટ કવોલિટી ઇન્ડેકસ તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ પ્રસ્તાવ અંગે ૨૮ ફેબ્રુઆરી સુધી ટિપ્પણીઓ મંગાવવામાં આવી છે. કંપની બાબતોનું મંત્રાલય કંપનીઝ એકટનું અમલીકરણ કરે છે.

(10:05 am IST)
  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST

  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST