Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કસાબને ફાંસી અપાવનાર મશહૂર વકીલ પર બનશે બાયોપિકઃ ૬ર૮ અપરાધીઓને ઉમરકેદ અને ૩૭ ને ફાંસી અપાવી

ઓહ માય ગોડ અને ૧૦ર નોટ આઉટ જેવી ફિલ્મોથી વાહવાહી લૂટ ચુકેલ નિર્દેશક ઉમેશ શુકલા ભારતના વિશેષ સરકારી વકીલ ઉજવલ નીકમના જીવન પર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ બાયોપિકનુ નામ નિકમ રાખવામા આવ્યુ છે. આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી આકર્ષિત વિવાદાસ્પદ અને કઠીન મામલોનો દારોમદાર ઉઠાવવાળી વ્યકિતની કહાની રજુ કરશે. ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખક ભાવેશ મંડાલિયા અને ગૌરવ શુકલા દ્વારા લખાશે. જયારે ઉમેશ શુકલા, સેજલ શાહ, આશિષ વાઘ, ગૌરવ શુકલા અને ભાવેશ મંડલિા આને પ્રોડયુશ કરશે.

પોતાના જીવન પર ફિલ્મ બનાવવા વિશે ઉજજવલ નિકમએ કહ્યું કે મારા પર પુસ્તક લખવાથી અથવા ફિલ્મ બનાવવા માટે  વર્ષોથી પીછો કરવામા આવી રહ્યો છે. આના પ્રત્યે હુ અનિચ્છુક હતો. કારણ મારા પર ોતાના પીડિતો પ્રતિ એક મોટી જવાબદારી હતી પણ હું  પ્રતિભાશાળી ટીમ સાથે જોડવા માટે રાજી થઇ ગયો  બધા હીરો ટોપી નથી પહેરતા થોડા કાળો કોટ પણ પહેરે છે. અને નિકમ એક સાચા હીરો છે. તે એક ભારતીય સુપર હીરો છે. જેના બદલવા પર નહી પણ ન્યાય પર વિશ્વાસ છે.

(12:00 am IST)