Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

યોગી સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલશે : બસ્તી જિલ્લાનું નામ ને વશિષ્ટ નગર કરાશે

બસ્તી મેડિકલ કોલેજના નામને મહર્ષિ વશિષ્ઠના નામ પર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે

 

લખનૌ : યુપીની યોગી સરકારમાં વધુ એક જિલ્લાનું નામ બદલશે  મુગલસરાય, ઈલાહાબાદ અને ફૈઝાબાદ બાદ હવે સરકાર બસ્તી જિલ્લાનું નામ બદલવાની તૈયારી કરી રહી છે.

 બસ્તી જિલ્લાના વશિષ્ઠ નગર કરવા જવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે. જિલ્લાધિકારી બસ્તીની રિપોર્ટ બાદ રાજસ્વ પરિષદે તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લાનું નામ બદલવા માટે જિલ્લાધિકારીથી એક કરોડના ખર્ચનો હિસાબ માંગ્યો છે. ખર્ચનો હિસાબ મળવા પર શાસન દ્વારા પ્રસ્તાવ તૈયાર થશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બીજેપીના સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય બસ્તીના નામ બદલવાની માંગ કરી ચૂક્યા છે. તો, સીએમ યોગી આદિત્યનાથ બસ્તી મેડિકલ કોલેજના નામને મહર્ષિ વશિષ્ઠના નામ પર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

આ પહેલા યોગી સરકાર મુગલસરાય જિલ્લાનું નામ બદલીને પંડિત દીનદલાય ઉપાધ્યાય નગર, ઈલાહાનગર અને ફૈઝાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા કરી ચૂકી છે.

(11:28 pm IST)