Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સ્વર સાધના રાષ્ટ્ર આરાધના: મુંબઈમાં નાગરિકતા કાનૂનના સમર્થનમાં સંગીતમય શૌર્યગીત રાષ્ટ્રઅર્પણ

ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા સંગીતકાર પંકજ ભટ્ટના સંગીત નિર્દેશનમાં મનોજ નથવાણી રચિત આઓ કરે સ્વાગત નાગરિકતા કાનુનકા શૌર્યગીતનો સાંસદ ગોપાલ શેટ્ટીના કાર્યાલય શેટ્ટીહાઉસમાં કાર્યક્રમ યોજાયો

મુંબઈ : સ્વર સાધના થકી રાષ્ટ્ર આરાધના બને તેવા ઉદેશસ સાથે શનિવારે મુંબઈમાં નાગરિકતા કાનૂનના સમર્થનમાં સંગીતમય શૌર્યગીત રાષ્ટ્ર અર્પણ કરાશે આપણા સહુ માટે રાષ્ટ્ર હિતથી વિશેષ બીજું કંઈ નથી, અને ઇતિહાસ સાક્ષી છે દેશની આઝાદીથી લઈને આજ સુધી રાષ્ટ્રહિતમાં સંગીતનું અનન્ય યોગદાન રહ્યું છે

  અમુક તત્વો નાગરિકતા કાનૂનને લઈને દેશમાં અરાજકતા ફેલાવી દેશની શાંતિ અને અખંડિતતા ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ વિકટ પરિસ્થિતિમાં ટુકડે ટુકડે ગેંગને જોરદાર સ્પષ્ટ સંદેશ આપવાનો સમય પાકી ગયો છે, કે આખો દેશ વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે અડીખમ ઉભો છે અને દેશવિરોધીતત્વો  એમના આશયમાં ક્યારેય સફળ નહીં થાય એના ઉત્તર રૂપે ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા સંગીતકાર  પંકજ ભટ્ટના સંગીત નિર્દેશનમાં મનોજ નથવાણી રચિત આઓ કરે સ્વાગત નાગરિકતા કાનૂનકા આ શૌર્ય ગીતનું સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના શુભ હસ્તે, વિધાનસભ્ય સુનીલ જી રાણે અને યુવા નગરસેવક જગદીશ ઓઝા  અને અન્ય રાષ્ટ્રપ્રેમી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્ર અર્પણ કાર્યક્રમ શનિવારએ સવારે ૧૦ કલાકે,સાંસદ ગોપાલ શેટ્ટીના કાર્યાલય શેટ્ટી હાઉસ લોકમાન્ય ટિળક માર્ગ પવાર પબ્લિક સ્કૂલ નજીક કાંદિવલી પશ્ચિમ ખાતે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રભકત મહાનુભાવોને કાર્યક્રમમાં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

(4:35 pm IST)