Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

શાહીનબાગના પ્રદર્શનકારીઓએ કહ્યું સૌથી વધારે મતદાન કરશું

નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહેલ શાહીનબાગના પ્રદર્શનકારીઓએ કહું કે  દિલ્લી વિધાનસભા  ચૂંટણીમાં તે સૌથી વધારે સંખ્યામા મતદાન કરશે અને પુરી દિલ્લીમા સૌથી વધારે મતદાન અહીંથી થશે. પ્રદર્શનકારી મહિલાઓએ આઇએએનઅસને કહ્યુ અમે મતદાન કરવા જશુ અને અહીં હાજર બધા લોકોને અપીલ કરશુ કે તે પણ વધારેમાં વધારે સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ બાબત તૈયારીઓ ચાલી રહી છે. અને આપણે ઇચ્છીએ કે પુરી દિલ્લીમાં સૌથી વધારે મતદાન શાહીનબાગથી થાય.

સવાલ ઉઠી રહ્યો છે કે શુ આઠ ફેબ્રુઆરીના દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં શાહીનબાગના પ્રદર્શનકારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે કે ન કરે આના પર જારી અટકળો વચ્ચે આઇએએનએસએ અહી આ બાબતની તૈયારીઓનો તાગ મેળવ્યો પ્રદર્શનકારીઓએ કહ્યું લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અહીં પ્રદર્શન સ્થળથી આવી જઇ શકે આના માટે ૧૦ ઇ-રીક્ષા ઓટો મુકવામા આવશે.

પ્રદર્શનકારીઓએ કહ્યું કે અહી લોકોને અપીલ કરવામા આવી રહી છે કે થઇ શકે તો તે પહેલા મતદાન કરે પછી અહી પ્રદર્શન સ્થળ પર આવી જાય.  અમે વ્હીલચેરનો પણ ઉપયાગ કરીશુ જેથી વૃદ્ધજનો અહીંથી મતદાન કેન્દ્રો પર જઇ શકે.

(12:00 am IST)
  • અમદાવાદમાં ઘરમાં સીસીટીવી લગાવવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો : નવરંગપુરા વિસ્તારમાં ઘરની અંદર સીસીટીવી લગાવાને લઇને પતિ પત્ની વચ્ચે ડખ્ખો :પતિ અને પત્નીએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી:સીસીટીવી લગાવાની ના પાડતા પતિએ તેની પત્નીને માર માર્યો :પતિએ બંનેનો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોવાની વાત કરીને સીસીટીવી લગાવવા આવનાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી access_time 12:37 am IST

  • કોલકત્તા : પોલીસની મંજૂરી વગર CAA ના સમર્થનમાં રેલી કાઢવા બદલ ભાજપના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયની ધરપકડ : રેલી શરૂ થતા જ વાનમાં બેસાડી દૂર લઇ જવાયા access_time 6:45 pm IST

  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST