Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ભારતીય રેલ્વે સ્ટેશનોના સાઇન બોર્ડથી નહી હટાવાય ઉર્ર્દુ ભાષા : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારએ સાફ કહી દીધું છે કે ભારતીય રેલવે સ્ટેશનો પર લાગેલ સાઇન બોર્ડથી ઉર્દુને નહી હટાવાય. રેલમંત્રી પિયુષ ગોયલએ સંસદમાં સ્પષ્ટ કર્યુ છે કે રેલ મંત્રાલયએ સાઇન બોર્ડથી ઉર્દુ ભાષાને હટાવવા પર કોઇ નિર્ણય કર્યો નથી. રેલમંત્રીએ રેલવે સ્ટેશનો પર સાઇન બોર્ડથી ઉર્દુ ભાષાને હટાવવાની આશંકાઓને રદ કરતા કહ્યું કે સાઇન બોર્ડોમાં ઉર્દુ ભાષાને હટાવવામા આવેલ નથી.

સંસદમા પૂછવામા આવેલ સવાલનો જવાબ આપતાં કહ્યું કે સાઇન બોર્ડમાંથી ઉર્દુ ભાષાને હટાવવાનેા રેલવેનો કોઇ વિચાર નથી. જયારે એમણે કહ્યું કે સંસ્કૃત શબ્દને  સામેલ કરવાને લઇ વિચાર થઇ શકે છે. રેલવે સ્ટેશનો પર ભાષાના પ્રયોગમા ગૃહ મંત્રાલયની નીતિઓમાં કોઇ પણ રીતનો બદલાવ વિશે વિચાર નથી કરવામાં આવ્યો. રેલવે સ્ટેશનોના સાઇન બોર્ડ પર સ્ટેશનનુ નામ હિન્દી, અંગ્રેજી, ઉર્દુ એમ ત્રણ ભાષામાં લખાયેલ હોય છે.

(12:00 am IST)
  • " નોવેલ કોરોના વાઇરસ નિમોનિયા " :સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને ચીને આપ્યું નવું નામ access_time 7:54 pm IST

  • ભાજપે દરેક બેઠક માટે ૧૮૦૦ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી :ભાજપે દિલ્હીની સત્તા 'આપ' પાસેથી આંચકી લેવા આબાદ રણનીતિ ઘડી છેઃ ભાજપે એક પોલીંગ બુથ પર ૧૦ - ૧૫ કાર્યકરો તૈનાત કર્યા છે, એટલું જ નહિ એક બેઠક પર ૧૮૦૦ કાર્યકરોને તૈનાત કર્યા છેઃ ભાજપે લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન થાય તેવી અપીલ પણ કરી છેઃ ભાજપે પાયાના કાર્યકર સુધી પહોંચ લંબાવી હતી access_time 11:31 am IST

  • મોટું પરિવર્તન આવી રહયું છે !! ; જીએસટી સ્લેબની સમીક્ષા માટે નવેસરથી ચર્ચા શરુ થઇ છે : નાણાં મંત્રાલય 3 સ્લેબનાં જીએસટી સ્ટ્રકચરની દરખાસ્ત કરે તેવી સંભાવના : એપ્રિલ અથવા જુલાઈ પછી જીએસટીનો નવો સ્લેબ અમલમાં આવે તેવી શક્યતા access_time 8:24 pm IST