Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાહુલ ગાંધીએ ફરી કોંગ્રેસની કમાન સાંભળવા મામલે કહ્યું : હું કોંગ્રેસ અધ્યક્ષ નહીં બનું, નહીં બનું, નહીં બનું

રાહુલે આજે સંસદના સેન્ટ્ર હોલમાં ત્રણ વખત કહ્યું કે, હું કોંગ્રેસનો અધ્યક્ષ નહીં બનું

રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીની ફરીથી કમાન સંભાળશે પરંતુ હવે આ અટકળ પર બ્રેક લગાવી દીધી છે રાહુલ ગાંધીએ આજે સંસદના સેન્ટ્ર હોલમાં ત્રણ વખત કહ્યું કે, હું કોંગ્રેસનો અધ્યક્ષ નહીં બનું

  રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે, હવે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ નહીં બને. દિલ્હીના સેન્ટ્રલ હોલમાં રાહુલ ગાંધીએ આ સ્પષ્ટ કર્યું હતું. પોતાના સંબોધનમાં ત્રણ વખત બોલ્યા હતા કે, હું કોંગ્રેસ અધ્યક્ષ નહીં બનું, નહીં બનું, નહીં બનું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી અધ્યક્ષ પદેથી રાજીનામુ ધર્યુ હતું

  રાહુલ ગાંધી સંસદના સેન્ટ્રલ હોલમાં પત્રકારોની સાથે વાત કરી રહ્યા હતા તો તેમને સવાલ કરવામાં આવ્યો છે કે તમે બીજી વખત કોંગ્રેસના અધ્યક્ષ ક્યારે બનશો, જેના જવાબમાં રાહુલ
ગાંધીએ કહ્યું કે, હું કોંગ્રેસનો અધ્યક્ષ નહીં બનું 

(9:06 am IST)
  • અમદાવાદમાં ઘરમાં સીસીટીવી લગાવવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો : નવરંગપુરા વિસ્તારમાં ઘરની અંદર સીસીટીવી લગાવાને લઇને પતિ પત્ની વચ્ચે ડખ્ખો :પતિ અને પત્નીએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી:સીસીટીવી લગાવાની ના પાડતા પતિએ તેની પત્નીને માર માર્યો :પતિએ બંનેનો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોવાની વાત કરીને સીસીટીવી લગાવવા આવનાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી access_time 12:37 am IST

  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST