Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

યુ.એસ.ના ન્યુજર્સીમાંથી રિપબ્લિકન સેનેટર તરીકે ચૂંટણી લડવા ઇન્ડિયન અમેરિકન શ્રી રિક મહેતા માટેનો માર્ગ મોકળો : યુનિઅન કાઉન્ટીમાં પાર્ટીના ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન હર્ષ સિંઘ સહિતના ઉમેદવારોને હરાવ્યા

ન્યુજર્સી : યુ.એસ.ની સેનેટમાં ન્યૂજર્સીના વર્તમાન ડેમોક્રેટિક સેનેટર કોરી બુકર સામે લડત આપી વિજયી બનવા માટે તાજેતરમાં યુનિઅન કાઉન્ટીમાં  રિપબ્લિકન ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં સૌથી વધુ મતો મેળવનાર ઇન્ડિયન અમેરિકન શ્રી રિક મહેતા માટે  રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો થઇ રહ્યો છે જે મુજબ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં તેમણે ઇન્ડિયન અમેરિકન સ્પર્ધક હર્ષ સિંઘ સહિતના હરીફોને હરાવી દીધા છે.આથી હવે શ્રી રિક મહેતાએ યુ.એસ.સેનેટર તરીકે ચૂંટાઈ આવવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:34 pm IST)