Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને નાથવા રસી શોધનાર તરીકે ભારતીય મૂળના વૈજ્ઞાનિક ની ટિમ સફળતાની નજીક : ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળના પ્રોફેસર એસ.એસ.વાસનએ સમાચાર સૂત્રને આપેલી માહિતી

ન્યુદિલ્હી : વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને નાથવા દુનિયાના તમામ દેશોના વૈજ્ઞાનિકો કાર્યરત છે જેમની વચ્ચે  ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળના પ્રોફેસર એસ.એસ.વાસનના નેતૃત્વ હેઠળ કાર્યરત ટીમને સફળતા મળી છે.તેમણે  સમાચાર સૂત્રને આપેલી માહિતી મુજબ ત્યાંની કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની લેબોરેટરીમાં આ વાઇરસની દવા માટેનો કાચો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેના પરિણામો પણ મળવાના શરૂ થઇ ગયા છે.જે મુજબ ગયા સપ્તાહમાં એક દર્દી ઉપરનો આ પ્રયોગ સફળ થયો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:03 am IST)
  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST

  • ભાજપે દરેક બેઠક માટે ૧૮૦૦ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી :ભાજપે દિલ્હીની સત્તા 'આપ' પાસેથી આંચકી લેવા આબાદ રણનીતિ ઘડી છેઃ ભાજપે એક પોલીંગ બુથ પર ૧૦ - ૧૫ કાર્યકરો તૈનાત કર્યા છે, એટલું જ નહિ એક બેઠક પર ૧૮૦૦ કાર્યકરોને તૈનાત કર્યા છેઃ ભાજપે લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન થાય તેવી અપીલ પણ કરી છેઃ ભાજપે પાયાના કાર્યકર સુધી પહોંચ લંબાવી હતી access_time 11:31 am IST