Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પ વર્ષમાં ર૯૬ દિવસ સંસદમાં હાજર રહ્યા અડવાણીઃ બોલ્યા માત્ર ૩૬પ શબ્દ

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીને કયારેક સંસદના પ્રખર વકતા તરીકે ઉપમા આપાતી હતીઃ હવે દુનિયા બદલાઇ ગઇ છે. સંસદમાં તેમનું બોલવાનું સતત ઘટી રહ્યું છે. ૧પ મી લોકસભા (ર૦૦૯ થી ર૦૧૪) ની તુલનામાં વર્તમાન એટલે કે ૧૬ મી લોકસભા (ર૦૧૪-ર૦૧૯) માં અડવાણી દ્વારા બોલાતા શબ્દોમાં ૯૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. સંસદના પ વર્ષમાં અડવાણી ર૯૬ દિવસ હાજર રહ્યાં પણ તેઓ માત્ર ૩૬પ શબ્દો બોલ્યા હતાં. ૧પ મી લોકસભામાં તેઓ ૩પ૯ર૬ શબ્દો બોલ્યા હતા. નાગરીકતા બિલ જેવી મહત્વની બાબત વખતે પણ તેઓ મૌન રહ્યા હતાં. (પ-૩૧)

(3:36 pm IST)