Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કર્ણાટકમાં બજેટ સંકટમાં :કોંગ્રેસના 9 ધારાસભ્યો ગેરહાજર :પૂર્ણ બહુમત ન નથી ભાજપનો આક્ષેપ

ગૃહ શરૂ થતા ભાજપ દ્વારા પ્રદર્શન યથાવત

બેંગ્લુરુ :કર્ણાટક વિધાનસભામાં બજેટ સંકટમાં મુકાય તેવી શક્યતા છે પાર્ટી વ્હિપની અવગણના કરતા કથિત રીતે કોંગ્રેસના નવ ધારાસભ્ય બજેટ સત્રમાં ગેરહાજર રહેતા વિધાનસભામાં ભાજપ ધારાસભ્યોના હંગામાના કારણે ગૃહની કાર્યવાહી દિવસભર ચાલી શકી નથી

 સરકાર પાસે પૂર્ણ બહુમત ન હોવાનો ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસના નવ ધારાસભ્યો બુધવાર અને ગુરુવારે ગૃહની કાર્યવાહીમાં હાજર રહ્યા ન હતા બીજીતરફ ગૃહ શરૂ થતા ભાજપ દ્વારા પ્રદર્શન યથાવત રાખવામાં આવ્યુ હતુ.

(12:59 pm IST)