Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રાષ્ટ્રપતિ - વડાપ્રધાન માટે ટુંક સમયમાં 'દેશી એરફોર્સ વન' : મિસાઇલ પણ અડી નહિ શકે

વધુ સુરક્ષા સાથે વિદેશ જઇ શકશે બંને મહાનુભાવો

નવી દિલ્હી તા. ૮ : ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન હવે એવા અત્યાધુનિક અને હાઇટેક વિમાનોમાં વિદેશ યાત્રાકરી શકશે જેમને દુશ્મનની ખરાબ નજર પણ અડી શકશે નહીં. વાત એમ છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે બે બોઇંગ ૭૭૭ વિમાનને એ રીતે તૈયાર કરાઈ રહ્યા છે તેના પર મિસાઇલ હુમલાની પણ અસર થશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ઉપયોગમાં લેવાતા એર ફોર્સ વનના તર્જ પર આ વિમાન લાર્જ એરક્રાફટ ઇન્ફ્રરેડ કાઉન્ટર્મેશર (LAIRCM) એટલે કે એવી ટેકનોલોજી જેનાથી આ વિમાનો પર મિસાઇલોથી હુમલો થઇ શકશે નહીં. આ સિવાય આ બંને વિમાનોમાં સેલ્ફ પ્રોટેકશન સ્વીટ પણ હશે. આ બંને વિમાનોનો અંદાજીત ખર્ચ ૧૩૦૦ કરોડ રૂપિયા હશે. આ વિમાનોને 'એર ઇન્ડિયા વાન' અથવા તો 'ઇન્ડિયન એર ફોર્સ વન'નામ આપી શકાય છે.

આ બંને બોઇંગ ૭૭૭ વિમાનોને દુનિયાભરની એડવાન્સડ સિકયોરિટી સિસ્ટમ જેવી કે મિસાઇલ વોર્નિંગ, કાઉન્ટર મેજર ડિસ્પેંસિંગ સિસ્ટમ, અને ઇનક્રિપ્ટેડ સેટેલાઇટ કોમ્યુનિકેશન જેવી સુવિધાઓથી લેસ કરાઇ રહ્યાં છે.

જો આ વિમાનોમાં પ્રાઇવેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાય છે તો એ પણ અમેરિકન રાષ્ટ્રપતિના ચર્ચિત 'ફલાઇંગ ઓવલ ઓફિસ' જેવું જ હાઇટેક હશે. ભારતના અનુરોધ પર અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે બે બોઇંગ ૭૭૭ વિમાનોની વિદેશી મિલિટરી સેલને મંજૂરી આપી દીધી છે. આ બંનેને ખરીદવા માટે ભારતને લગભગ ૧૩૫૦ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

આ વિમાનોમાં લાર્જ એરક્રાફટ ઇન્ફ્રારેડ કાઉંટરમેજર્સનો ઉપયોગ થશે. તેનો હેતુ મોટા વિમાનોને પોર્ટેબલ કે ખભાથી ફાયર કરાયેલ મિસાઇલોથી બચાવાનું છે. વિમાન પર આ સિસ્ટમ લાગવાથી વિમાનના ક્રૂ ને મળનાર વોર્નિંગ ટાઇમ વધી જાય છે અને ફાલ્સ એલાર્મ રેટ ઘટી જાય છે. આ સિવાય વિમાન પોતે જ એડવાન્સડ ઇન્ટરમીડિએટ રેન્જ મિસાઇલ સિસ્ટમને જવાબ આપી શકે છે. તેમાં ક્રૂ મેમ્બર્સને કંઇ કરવાની જરૂર પડતી નથી.

જાન્યુઆરી ૨૦૧૮માં જ આ બંને વિમાન ભારતને મળી ચૂકયા છે. હાલ આ બંને વિમાન અમેરિકાની બોઇંગ ડિફેન્સ કંપનીની પાસે છે, જયાં તેને એડવાન્સ અને લેટેસ્ટ સિકયોરિટી અને કોમ્યુનિકેશન સિસ્ટમથી લેસ કરાઇ રહ્યાં છે. આશા વ્યકત કરાઇ રહી છે કે આ વર્ષના અંત સુધીમાં આ બંને ભારત આવશે. અત્યારે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની લાંબા અંતરની યાત્રાઓમાં ૨૬ વર્ષ જૂના બોઇંગ ૭૪૭ જમ્બો જેટનો ઉપયોગ કરાયો છે. આ વિમાનોમાં એડવાન્સ સેલ્ફ પ્રોટેકશન જેવી સુવિધા નથી.(૨૧.૮)

 

(10:18 am IST)