Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોદી પહેલા આ ત્રણ પુસ્તકો વાંચે

સંસદમાં થયેલા ઉગ્ર પ્રહારો બાદ કોંગ્રેસે આપી સલાહઃ PM વિકૃત ઇતીહાસ ધરાવે છેઃ ખોટી રજુઆત અને હોય છે અર્ધસત્ય

નવી દિલ્હી તા.૮: સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા ઉગ્ર પ્રહાર બાદ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે મોદીના આક્ષેપોનો જોરદાર જવાબ આપ્યો. મોદીના વાર પર પલટવાર કરતાં રાહુલે કહ્યું કે શા માટે વડાપ્રધાન મોદીને સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ કે રફાલ ડીલ પર એક શબ્દ ન ઉચ્ચાર્યો તેની મને નવાઇ લાગે છે. ગાંધીએ કહ્યું કે મોદી જાહેર મંચ દ્વારા કોંગ્રેસની ગમે તેટલી ટીકા કરી શકે છે પરંતુ સંસદમાં તેમણે અમે રજુ કરેલા સવાલાનો જવાબો આપવા જોઇએ. અહિ તમારે દેશને જવાબો આપવાના હોય છે. તમે અહી આક્ષેપો ન કરી શકો. રાહુલે એવું પણ કહ્યું કે મોદી કયારે રફાલ ડીલ ૫ર ચૂપકીદી તોડીને બોલશે. મોદીએ લોકસભામાં એવું કહ્યું હતું કે મોદીએ કહ્યું કે તમે ભારતના ભાગલા પાડ્યા. આઝાદીના ૭૦ વર્ષ બાદ કોંગ્રેસે જે ઝેરની બીજ વાયા છે તેનું પરિણામ ૧૨૫ કરોડ લોકો ભોગવી રહ્યા છે. તમારા પાપે એક પણ દિવસ એવો ગયો નથી કે જને કારણે ભારતના લોકોને શોષાવાનું ન આવ્યું હોય. કોંગ્રેસના સીનિયર નેતા વિરપ્પા મોઇલીપણ કહ્યું કે આ તો મોદીનો જુની આદત છે. તેઓ વિકૃત ઇતિહાસ ધરાવે છે મોઇલીએ કહ્યું કે મોદીએ જવાહરલાલ નહેરૂની લખેલી ડિસ્કવરી ઓફ ઇન્ડીયા, નહેરૂ ગ્લીમ્પસ ઓફ હિન્ટ્રી અને ગાંધીજીના મારા સત્યના પ્રયોગો બૂક વાંચવી જોઇએ. કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ કહ્યું કે વડાપ્રધાન મોદી ભયજનક વકતા બની શકે છે પરંતુ તેમના ભાષણમાં ખોટી રજુઆત અને અર્ધસ્તય હોય છે.(૧.૬)

 

(11:40 am IST)