Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોદીજીએ એવું તો શું કહ્યું કે રેણુકાએ અટ્ટહાસ્ય કરવુ પડ્યુ?

હવે રેણુકા ચૌધરીનો વારો કાઢવામાં આવશે?

રાજકોટ : ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ મહિલા અગ્રણી રેણુકા ચૌધરીએ નરેન્દ્રભાઈ મોદીના ભાષણ દરમિયાન અચાનક અટ્ટહાસ્ય કર્યુ તેની ભારે ચર્ચા છે. નરેન્દ્રભાઈની બાજનજર આ સ્થિતિનો લાભ લેવાનું સ્હેજપણ ચૂકયા ન હતા અને વિજળીક ઝડપે પ્રતિભાવ આપતા અધ્યક્ષ શ્રી વેંકૈયા નાયડુને સંબોધી કહેલ કે, અધ્યક્ષશ્રી રેણુકાજીને અટ્ટહાસ્ય કરતા પ્લીઝ રોકતા નહિં, રામાયણ કાળ (સૂપર્ણખાએ સીતાજીનું ગળુ દાબતી વેળાએ કરેલ અટ્ટહાસ્ય) પછી પ્રથમ વખત આવુ હાસ્ય સાંભળવા મળ્યુ છે અને તેમના આ ઉચ્ચારણો, વિડીયો કલીપ અભૂતપૂર્વ વાયરલ થયા, પ્રસિદ્ધ થયા.

દરમિયાન વાસ્તવમાં રેણુકાજીએ આ અટ્ટહાસ્ય શા માટે કર્યુ? તેના ઉપર મહદ્અંશે મિડીયામાં બ્લેક આઉટ જોવા મળે છે.

રેણુકા ચૌધરીએ જાતે કહેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારા ઉપર વ્યકિતગત ટીપ્પણી કરી છે, તમે એમની પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકો? હું તેમને જવાબ આપી મારૂ સ્તર નીચુ પાડવા માગતી નથી.

રેણુકાજીએ એવું પણ કહેલ કે શા માટે મોદીજીના પ્રવચન દરમિયાન તેમને આટલુ મોટું હાસ્ય આવેલ. તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ ''આધારકાર્ડ'' માટે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહ્યા હતા. જયારે વાસ્તવમાં ''આધાર'' વિરૂદ્ધમાં ખુદ મોદીજીએ અનેક વખત જાહેર સભામાં ભાષણો આપ્યા છે અને એટલે જ મને જોરથી હંસી આવેલ.

જો કે રેણુકાજીની આ વાત લગભગ મિડીયાએ દબાવી દીધી છે અને કોંગ્રેસ પણ આ વાતને ઉપાડવામાં ઉણી ઉતરી છે.

(4:24 pm IST)