Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોલકાતામાં દર બીજી વ્યક્તિ કોરોના પોઝિટીવ

મોટા શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું કોરોનાનું સંક્રમણ : કોલકાતાની ચૂંટણી, ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષના કાર્યક્રમોના પગલે હવે કોરોના બેકાબૂ બની રહ્યો છે

કલકત્તા, તા. : કોરોનાની ત્રીજી લહેરમાં મોટા શહેરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. તેમાં પણ કોલકાતાના આંકડા ડરાવી દે તેવા છે.કોલકાતામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ અધધ ૫૩. ટકા પર પહોંચ્યો છે.જેનો અર્થ થયો કે, શહેરમાં દરેક બીજો વ્યક્તિ કોરોના પોઝિટિવ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૮૪ નવા દર્દીઓ મળ્યા છે. સંખ્યા રાજ્યના તમામ જિલ્લાઓની સરખામણીએ સૌથી વધારે છે. કોલકાતાની વાત કરવામાં આવે તો અહીંયા કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે.કોલકાતામાં સંક્રમણ વધારે હોવાનુ કારણ બેકાબૂ ભીડ છે.ભીડને નિયંત્રિત કરવાના કોઈ પ્રયાસો કામ લાગી રહ્યા નથી. તાજેતરમાં કોલકાતા કોર્પોરેશનની ચૂંટણી, ક્રિસમસની જાહેર ઉજવણી અને નવા વર્ષના કાર્યક્રમોના પગલે હવે કોરોના બેકાબૂ બની રહ્યો છે.કોલકાતામાં પોઝિટિવિટી રેટનો આંકડો ચોંકાવનારો છે અને કદાચ આખા દેશમાં સૌથી વધારે છે.

 

(7:36 pm IST)