Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નરેન્‍દ્રભાઇની સુરક્ષામાં ચુક મામલે ભાજપ વિરૂધ્‍ધ

કોંગ્રેસનું સોશ્‍યલ મિડીયા અભિયાનઃ મોંઘવારી, કોરોનામાં પ્રવાસી મજુરોની દુર્દશા, ખેડૂતો, લખીમપુર ખીરી હિંસા મુખ્‍ય મુદ્દા

ભાજપ ખોટા પ્રચાર દ્વારા દેશને ભટકાવી પોતાનો ચહેરો કુકર્મોથી બચાવે છેઃ રોહન ગુપ્‍તા

નવી દિલ્‍હી તા. ૮ : પંજાબ પ્રવાસ દરમિયાન નરેન્‍દ્રભાઇની સુરક્ષા ચૂક બાદ રાજકીય વિવાદ વચ્‍ચે કોંગ્રેસ ભાજપના હુમલાને કાઉન્‍ટર કરવા સોશ્‍યલ મિડીયામાં જવાની રણનીતી શરૂ કરી છે.કોંગ્રેસે સોશ્‍યલ મિડીયા અધ્‍યક્ષ રોહન ગુપ્તાએ જણાવેલ કે ભાજપના નેતૃત્‍વવાળી કેન્‍દ્ર સરકારની મનસા ફકત વાસ્‍તવીક મુદ્દાઓથી દેશનું ધ્‍યાન ભટકાવાની સાથે પંજાબમાં મુખ્‍યમંત્રી ચન્નીના નેતૃત્‍વવાળી સરકારને બદનામ કરવાની પણ છે. ભાજપ સરકાર પંજાબની ગલીઓમાં ગુંજી રહેલ ભારતના લોકતાંત્રીક અવાજથી કરી છે.રોહને વધુમાં જણાવેલ કે કોંગ્રેસે પાર્ટીનો ઉદ્‌ેશ્‍ય દેશનું ધ્‍યાન વાસ્‍તવીક સમસ્‍યાઓ ઉપર પરત લાવવાનું છે, જે છેલ્લા ૭ વર્ષથી દેશ સહન કરી રહ્યું છે. ભાજપ ખોટા પ્રચાર દ્વારા ધ્‍યાન ભટકાવે છેજે થી તેમનો ચહેરો તેમના કુકર્મોથી બચાવી શકાય.કોંગ્રેસે સોશ્‍યલ મિડીયા અભિયાનમાં વિમુદ્રીકરણ, કોરોના મહામારી કુપ્રબંધ લોકડાઉનમાં પ્રવાસી મજુરોની દુર્દશા, ખેડુતોના મુદ્દા લખીમપૂર ખીરી હિંસા સહિતના મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યુ છે.(


 

(4:13 pm IST)