Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નવા વર્ષમાં પર્વતારોહી દિવ્‍યાંશે લહેરાવ્‍યો તિરંગો


નવીદિલ્‍હીઃ ઝાલાવાડ જીલ્લાના પર્વતારોહણ દિવ્‍યાંશ નાગરે પહાડોના શીખર પર પહોંચવાના કિર્તીમાન કાયમ કર્યો છે. દિવ્‍યાંશે ઉત્તરાખંડના પહાડ બ્રહ્મતાલની ચોટી પર ૧૨,૫૦૦ ફૂટ ઉંચાઈ પર .૧૬ ડિગ્રી તાપમાનમાં ધ્‍વજ લહેરાવ્‍યો છે.
દિવ્‍યાંશ પર્વતારોહણના ક્ષેત્રમાં અકલેરા અને ઝાલાવાડ જીલ્લાનું નામ રોશન કરતા આવી રહ્યા છે. તેઓ ૨૦૧૫થી એત્‍યાર સુધી દેશના અલગ-અલગ રાજ્‍યોના પહાડો પર ચઢાઈ કરી ચૂકયા છે. ૨૦૧૫માં તેમણે ઉત્તરકાશીના કેદારકંઠા ટ્રેકને .૧૮ ડિગ્રી તાપમાનમાં પૂરું કર્યું હતું જેની ઉંચાઈ ૧૨,૫૦૦ ફીટ હતી. ૨૦૧૬માં દિવ્‍યાંશ તરફ પヘમિ બંગાળમાં સ્‍થિત સંદકફુગુરદુમ ટ્રેકને પણ પૂરો કરવામાં આવ્‍યો હતો. ૨૦૧૭માં દિવ્‍યાંશે ગોવા, કર્ણાટક ટ્રેક કર્યું હતું, જે ખૂબ ઘેરા જંગલનો રસ્‍તો હતો. લોકડાઉન બાદ દિવ્‍યાંશે ફરીથી પોતાના ટ્રેકિંગ કાર્યને ચાલુ રાખ્‍યું છે. તેઓ ૨૦૨૧માં તેમણે બ્રહ્મતાલ ટ્રેકને પુરો કર્યો છે.
જીલ્લાનો પ્રથમ પર્વતારોહી
દિવ્‍યાંશ આવનાર દિવસોમાં સારપાસ ટ્રેક, ચાદર ટ્રેક અને માઉન્‍ટ એવરેસ્‍ટ બેસકેમ્‍પ ટ્રેક કરવા ઈચ્‍છે છે. દિવ્‍યાંશ અકલેરા અને જીલ્લાના પ્રથમ પર્વતારોહી છે જે ૨૦૧૫થી સતત દેશના અલગ અલગ પહાડો પર સફળતાપૂર્વક ચઢાઈ કરી રહ્યા છે અને તિરંગો લહેરાવી રહ્યા છે.

 

(3:35 pm IST)