Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વ્‍યાજની ઉઘરાણી કરવા ગયા હતા પહેલવાનોઃ લેનારે અખાડાના દાવ યાદ કરાવી દીધા

બે પહેલવાનો રૂપિયા લેવા માટે પહોંચ્‍યા તો લેનારે બંનેને બરાબરનો મેથીપાક ચખાડયો

નવી દિલ્‍હી, તા.૮: મજનૂ કા ટીલા સ્‍થિત સંજય અખાડામાં બે મલ્લ પહેલાવાન બનવા માટેના દાવ પેચ શીખી રહ્યા છે. જયારે ત્રીજો પહેલવાન સાથીદાર રૂપિયા વ્‍યાજે આપવાનું કામ કરે છે. તેણે ન્‍યૂ ઉસમાનપુરમાં એક જાણીતી વ્‍યક્‍તિને પચાસ હજાર રૂપિયા આપ્‍યા હતા. હવે તે રૂપિયા પરત કરી રહ્યો હતો નહીં. આ માટે પહેલવાને ખૂબ જ ઉઘરાણી કરી. પછી તેણે રૂપિયા લઈ જવા માટે કહ્યું. વ્‍યાજે રૂપિયા આપનારો પહેલવાન શહેરમાં હાજર નહોતો. તો તેણે પોતાના બે સાથીદાર પહેલાવનોને રૂપિયાની ઊઘરાણી કરવા માટે મોકલ્‍યો હતો. પરંતુ રૂપિયા વ્‍યાજે લેનારે બંને પહેલવાનોને જોરદાર માર માર્યો હતો. એટલો બધો માર પડ્‍યો કે બંને પહેલવાનો સંજય અખાડા પહોંચ્‍યા અને પછી પોલીસને જાણ કરી હતી. જાણ થતા શાષાી પાર્ક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સુરેન્‍દ્ર સિંહ હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. તે મજનૂ કા ટિલામાં આવેલા સંજય અખાડામાં પહેલવાન બનવા માટેના દાવ શીખવાડે છે. તો તેના ગામનો રોહિત પણ કુશ્‍તી દાવ શીખવાડવાની સાથે રૂપિયા વ્‍યાજે ફેરવવાનો ધંધો કરે છે. સુરજ અને રોહિતના ઓળખીતા ધીરજ ઉર્ફે બબલૂ, જે ન્‍યૂ ઉસમાનપુરા વિસ્‍તારમાં રહે છે. સુરેન્‍દ્રએ પોલીસને જણાવ્‍યું કે, બબલૂએ છેલ્લાં છ મહિના પહેલાં રોહિત પાસેથી પચાસ હજાર રૂપિયા વ્‍યાજે લીધા હતા. પરંતુ તે આ રૂપિયા પાછા આપવામાં આનાકાની કરી રહ્યો હતો.
આરોપ છે કે, બબલૂએ રોહિતને ફોન કરીને રૂપિયા લઈ જવા માટે બોલાવ્‍યો હતો. રોહિત એ સમે ગામડે જવા માટે નીકળ્‍યો હતો અને રસ્‍તામાં હતો. એટલે તેણે સુરેન્‍દ્રને આ કામ સોંપ્‍યુ હતુ. એટલે સુરેન્‍દ્ર અને રવિન્‍દર બંને પૈસા લેવા માટે ગયા હતા. જયારે બંને પહેલવાનો શાષાી પાર્ક પહોંચ્‍યા તો બબલૂ તેના સાથીદારો સાથે ત્‍યાં હતો. તેઓના હાથમાં લાકડીઓ હતી. આરોપ છે કે, બબલૂ અને તેના સાથીદારોએ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્‍યો હતો. એટલું જ નહીં બીજી વાર પૈસા લેવા માટે આવ્‍યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સુરેન્‍દ્રએ જણાવ્‍યું કે, તેઓ ત્‍યાંથી ગમે તેમ કરીને જીવ બચાવીને અખાડા પહોંચ્‍યા. પછી આની જાણ પોલીસને કરી હતી.

 

(12:08 pm IST)