Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમેરિકામાં ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને અપાશે બુસ્ટર ડોઝ

ઓમીક્રોનથી બચવાનો સુરક્ષિત માર્ગ રસીકરણઃ બાઇડન

વોશિંગ્ટન તા. ૮: અમેરિકામાં હવે ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને કોરોના રસીનો બુસ્ટર તેમણે કહ્યું કે, એફડીએ એ હવે ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે બુસ્ટર ડોઝની મંજૂરી આપી છે. ઓમીક્રોન વેરીયેન્ટથી બચવાનો સુરક્ષિત માર્ગ આપણા બાળકોનું રસીકરણ જ છે.
દરમિયાન અમેરિકામાં ઓમીક્રોન વેરીયેન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. એના લીધે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અત્યારે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ૧.૨૩ લાખ છે જે ગયા વર્ષના ૧.૩૨ લાખની સરખામણીમાં થોડીક જ ઓછી છે. જે રીતે કેસ વધતા જાય છે તેનાથી આ સંખ્યા ટુંક સમયમાં જ આગળ વધી જશે કેમકે સીડીસીનું કહેવું છે કે હજુ ઓમીક્રોનનું પીક આવવાનું બાકી છે. શુક્રવારે ૬.૬૨ લાખ નવા કેસ આવ્યા હતા. તે પહેલા એક દિવસમાં ૧૦ લાખ કેસ પણ આવી ચુક્યા છે.
ઇટલીમાં એક દિવસ પહેલાની સરખામણીમાં શુક્રવારે નવા કેસોની સંખ્યા તો અડધી થઇ ગઇ પણ મોત વધી ગયા. કેસમાં ઘટાડાનું કારણ ઓછા ટેસ્ટીંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૮,૩૦૪ નવા કેસ આવ્યા અને ૨૨૩ મોત થયા હતા. એક દિવસ પહેલા ૨,૧૯,૪૪૧ કેસ આવ્યા હતા અને ૧૯૮ મોત થયા હતા. રશીયા અને સ્વીડનને પણ કોરોના મહામારીમાંથી રાહત મળતી હોય તેવું નથી દેખાતું.

 

(10:26 am IST)