Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 35 જુનિયર એથ્લેટ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

કોરોના સંક્રમિત આ તમામે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે: તમામ એથ્લેટ્સ અને સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવશે

બેંગ્લુરુ :ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના ત્રીજી વેવની દસ્તક થઇ છે. આ સાથે ઓમિક્રોનનું જોખમ રોકેટ ગતિએ વધી રહ્યું છે. રમતગમત જગત પણ તેનાથી બાકાત નથી. હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)માં કોરોના બોમ્બ ફાટ્યો છે. એકસાથે 35 ભારતીય જુનિયર એથ્લેટ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

મળતી માહિતી મુજબ, SAIના બેંગલુરુ કેન્દ્રમાં 35 ભારતીય જુનિયર એથ્લેટ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

આ સમગ્ર ઘટના બાદ SAIએ ડોક્ટરોની એક કમિટી બનાવી છે. આ અંતર્ગત તમામ એથ્લેટ્સ અને સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવશે. તો સાથે જ તમામ પાસે પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવશે. આ સમગ્ર મામલામાં સારી વાત એ છે કે સંક્રમિતોમાંથી કોઈ પણ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભાગ લેનાર એથ્લેટ નથી

(12:21 am IST)