Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

તમિલનાડુમાં નિચલી કોર્ટે ભગવાનને મૂર્તિની ખરાઈ કરવા માટે હાજર થવા કહ્યું : હાઈકોર્ટે કહ્યું- ભગવાનને બોલાવી શકાય નહીં

નિચલી કોર્ટના આ આદેશની વિરુદ્ધમાં મામલો અપીલીય કોર્ટમાં પહોંચ્યો તો હાઈકોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કરતાં નારાજગી જાહેર કરી

તમિલનાડૂની એક નિચલી કોર્ટના એક ન્યાયિક અધિકારીએ ચોરી બાદ મળેલી મૂર્તીની સ્થાપના બાદ નિરીક્ષણ માટે ભગવાનને જ હાજર કરવાનો આદેશ જાહેર કર્યો હતો. નિચલી કોર્ટે આ આદેશની વિરુદ્ધમાં જ્યારે મામલો અપીલીય કોર્ટમાં પહોંચ્યો તો હાઈકોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કરતાં નારાજગી જાહેર કરી હતી.

મદ્રાસ હાઈકોર્ટે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે, કોર્ટ ભગવાનને નિરીક્ષણ માટે હાજર કરવાનો આદેશ આપી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, ભગવાનને કોર્ટ દ્વારા ફક્ત નિરીક્ષણ અને સત્યાપન ઉદ્દેશ્યો માટે રજૂ કરવા માટે બોલાવી શકાય નહી. જેમ કે આ એક ગુનાહિત મામલામાં એક ભૌતિક વસ્તુ હોય.ન્યાયિક અધિકારી મૂર્તિની દિવ્યતાને પ્રભાવિત કર્યા વગર મોટી સંખ્યામાં ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા વગર તેનું નિરીક્ષણ કરવા માટે એક વકીલને રોકી શકે છે.

મદ્રાસ હાઈકોર્ટે તેની સાથે હાઈકોર્ટના તિરુપુર જિલ્લાના એક મંદિરના અધિકારીઓને મૂલવર (દેવતા)ની મૂર્તિની ખરાઈ કરવા માટે હાજર કરવાનો આદેશ આપવા પર નિચલી કોર્ટને ઝપટમાં લીધી હતી.હકીકતમાં કુંભકોણમમાં મૂર્તિ ચોરકીના કેસમાં રહેલા ન્યાયિક અધિકારીએ 6 જાન્યુઆરીના રોજ મૂર્તિ એટલે કે, મૂલવરને નિરીક્ષણ કરવા માટે હાજર કરવા અને તપાસ પુરી કરવા નિર્દેશ આપ્યો હતો. મંદિરના કાર્યકારી અધિકારી જ્યારે કોર્ટમાં હાજર કરવા માટે પ્રતિમા હટાવવા લાગ્યા તો લોકોએ તેનો વિરોધ કર્યો અને એક રિટ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી.

હકીકતમાં મૂલવરની આ મૂર્તિ ચોરી થઈ ગઈ હતી અને બાદમાં તેની શોધ કરીને અનુષ્ઠાનો અને અગમ નિયમોનું પાલન કરીને તેને ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. ન્યાયાધીશે મૂર્તિ ચોરીના કેસમાં સુનાવણી કરી રહેલા કુંભકોણની નિચલી કોર્ટે તિરુપુર જિલ્લાના સિવિરિપલયમમાં પરમશિવન સ્વામી મંદિરથી સંબંધિત ઉક્ત મૂર્તિુ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ન્યાયમૂર્તિ સુરેશે આ અરજી પર અંતરિમ આદેશ આપ્યો છે, જેમાં કુંભકોણમ કોર્ટે મૂર્તિ રજૂ કરવાનો નિર્દેશનું અનુપાલનમાં અધિકારીઓ દ્વારા મૂર્તિને મંદિરમાં ફરીથી હટાવાના પગલાને પડકાર આપ્યો છે

(12:00 am IST)