Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પંજાબના ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કેન્દ્ર સરકારનું આકરું વલણ:એસપીજી એકટ હેઠળ થશે કાર્યવાહી

કેન્દ્ર સરકારે ભટીંડાના એસએસપી પાસે જવાબ માંગ્યો: સુરક્ષામાં ચૂક એ એસપીજી પ્રોટોકોલનો ભંગ

નવી દિલ્હી :  પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ કેન્દ્ર સરકારે પંજાબના ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે ભટીંડાના એસએસપી પાસે જવાબ માંગ્યો છે. તેમની સાથે સાથે પંજાબ પોલીસના કેટલાક અધિકારીઓ સામે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એકટ હેઠળ કાર્યવાહી થાય તેવી પણ શક્યતા છે

પંજાબ પોલીસના અધિકારીઓ સામે એસપીજી એકટ હેઠળ કાર્યવાહી કરવા માટે તેમને દિલ્હી બોલાવી શકાય છે અથવા તો કેન્દ્ર સરકાર એક તપાસ સમિતિ બનાવે તેવી શક્યતા છે કેમકે, સુરક્ષામાં ચૂક એ એસપીજી પ્રોટોકોલનો ભંગ છે અને તે બદલ કાર્યવાહી થશે.

એસપીજી પ્રોટોકોલ હેઠળ વડાપ્રધાન જે રાજ્યના પ્રવાસે હોય તે રાજ્યના ચીફ સેક્રેટરી અને પોલીસ વડા કાફલામાં સામેલ હોય છે પરંતુ, આ બંને અધિકારીઓ પીએમ મોદીના પંજાબ પ્રવાસ વખતે કાફલામાં સામેલ નહોતા. તેમની ગેરહાજરીને આગળ ધરીને એવું કહેવાઈ રહ્યું છે કે, પીએમના કાફલા સામે ખેડૂતોનુ પ્રદર્શન પહેલેથી જ આયોજિત હતું અને તેના કારણે બંને ટોચના અધિકારીઓ શંકાના ઘેરામાં છે.

(9:57 am IST)