Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના સમર્થનમાં પાકિસ્તાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કાઢી વિશાળ રેલી

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ) માં રવિવારના થયેલ હિંસાનો વિરોધ પુરા દેશા થઇ રહ્યો છે. હવે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ જેએનયુના સમર્થનમાં આવી ગયા છે. બુધવારના પાકિસ્તાનના લાહોરમા વિદ્યાર્થીઓ  અને શિક્ષકોએ જેએનયુના સમર્થનમાં વિશાળ રેલી કાઢી હતી.

         જયારે જેએનયુ હિંસા વિરૂદ્ધ હિંદુસ્તાની કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પ્રદર્શનો થઇ રહ્યા     છે જેએનયુ હિંસા વિરૂદ્ધ આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓ એ પ્રદર્શન કર્યુ.

         જેએનયુમા થયેલ હિંસા વિરૂદ્ધ નેતાઓ ઉપરાંત ફિલ્મસ્ટાર પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. હિંસાનો શિકાર થયેલ વિદ્યાર્થીઓને મળવા અભિનેત્રી દીપિકા પાદૂકોણ જેએનયુ  કેમ્પસ પહોંચી.

         દિલ્લી પોલીસએ જેએનયુ પ્રશાસનની ફરિયાદ પર આઇશી ધોષ વિરૂદ્ધ મંગળવારના એક એફઆઇઆર દાખલ કરી છે.

         લોખંડના રોડથી કરવામાં આવેલ હુમલામાં આઇશી નુ માથુ ફૂટી ગયુ હતુ લોહીલુહાણ આઇશી ઘોષની તસ્વીર મીડિયામા જોવા મળી હતી. દિલ્લી પોલીસએ જેએનયુ હિંસાને લઇ ૧૧ ફરિયાદો દાખલ કરી છે.

         જેએનયુના વાઇસ ચાન્સલર જગદિશકુમાર માનવ સંશોધન વિકાસ મંત્રાલય પહોંચ્યા અને મંત્રાલયના સચિવ સાથે મુલાકાતમા જેએનયુનો પુરો ઘટનાક્રમ પર પોતાનો રિપોર્ટ આપ્યો.

(11:49 pm IST)