Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

બાળ સાહિત્ય માટે તનતોડ મહેનત કરનાર ભારતીય મૂળની લેખિકા જસબિંદર બિલનને બ્રિટનનો પ્રસિદ્ધ બાળ સાહિત્ય પુરસ્કાર અર્પણઃ ભારત માટે ધન્યતાની ક્ષણો

ભારતીય મૂળના જસબિંદર બિલનને હિમાલયની પૃષ્ઠભૂમિ પર આધારિત એમના પ્રથમ  ઉપન્યાસ માટે બ્રિટનનો પ્રસિદ્ધ બાળ સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે.

         પોતાના દાદી સાથે બાળપણના મજબૂત સંબંધોના આધાર પર બિલનને આશા એન્ડ ધ સ્પિરિટ બર્ડ ઉપન્યાસ લખેલ છે. જે નવ વર્ષથી  કે તેનાથી વધુ ઉમરના વાંચકો માટે છે.

         પ્રતિસ્પર્ધામાં આ ઉપન્યાસએ ત્રણ અન્ય પુસ્તકોને પાછળ છોડતા ર૦૧૯ નો કોસ્ટા ચિલ્ડ્રન્સ એવોર્ડ પોતાના નામે કર્યો. પુરસ્કારને લઇ બિલનને રૃ. પ૦૦૦ પાઉન્ડની રકમ મળશે. આ પ્રતિયોગીતા બ્રિટન અને આયરલેન્ડમાં રહેતા લેખકો માટે હતી.

(11:22 pm IST)