Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

દીપિકા પાદૂકોણની 'છપાક' ફિલ્મમાં એસિડ એટેક કરનાર હુમલાખોરનું નામ બદલવા પર ટ્રેન્ડ કરી રહી છેઃ

પાક ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત

         દીપિકા પાદૂકોણની છપાક એક વખત ફરીથી ટવિટર પર ટ્રેન્ડ કરી રહી છે. પણ આ વખતે તે  કંઇક અલગ જ છે ફિલ્મમાં એસિડ હુમલો કરનારી વ્યકિતનું  નામ નદીમખાન થી બદલી રાજેશ કરી નાખવામાં આવ્યું છે. ઘણા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે નિર્દેશક મેઘના ગુલઝારએ લક્ષ્મી અગ્રવાલ પર હુમલો કરવાવાળી વ્યકિતનું નામ નદીમખાનથી બદલી ૩ર વર્ષીય વ્યકિત રાજેશ કરી નાખ્યુ છે.

         ટવિટર પરઘણા યુઝર્સએ આને લઇ પોતાની નિરાશા જાહેર કરી છે.

         એક યુઝરે લખ્યું તમે ઘટનાક્રમને સમજો છપાક ફિલ્મ એસિડ એટેમ સર્વાઈવર લક્ષ્મી  અગ્રવાલ પર આધારિત છે. ફિલ્મમાં હુમલાખોરનુ નામ બદલીને હિંન્દુ નામ રાજેશ કરી નાખવામાં આવ્યુ.  એવામાં દિપીકાનું જેએનયૂ જવું આશ્ચર્યજનક નથી.

         એક એ લખ્યું હે દીપિકા ફિલ્મમાં જેણે છોકરી પર હુમલો કર્યો હતો એનું નામ શું છે  અમે નદીમખાનની જગ્યાએ રાજેશ સાંભળ્યું છે આપ આટલી નીચીી ઉતરી ગઇ છો તમે હિંદુ નામને કેવી રીતે બતાવી શકો.

(10:52 pm IST)