Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

''વ્હોટ ગાંધી મીન્સ ટુ મી'': મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભારત સરકારે બહાર પાડેલી ઇ-બુક'' ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ ગાંધી ફિલોસોફી વિષે મંતવ્ય વ્યકત કર્યુ

વોશીંગ્ટનઃ મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મ જયંતિ વર્ષ નિમિતે ભારત સરકારે મહાત્મા ગાંધી વિષે ભારત સહિત જુદા જુદા દેશોના મહાનુભાવોેએ વ્યકત કરેલા મંતવ્યોને આવરી લેતી ઇ-બુક ૨૩ ડિસેં.૨૦૧૯ના રોજ બહાર પાડી છે.

''વ્હોટ ગાંધી મીન્સ ટુમી એન એન્થોલોજી'' નામથી બહાર પાડવામાં આવેલી આ ઇ-બુકમાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના દેશોના મહાનુભાવોએ ગાંધી ફિલોસોફી વિષે મંતવ્યો વ્યકત કર્યા છે.

ઉપરોકત મહાનુભાવોમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેની રો ખન્ના ઉપરાંત અન્ય માનવ અધિકાર પ્રતિનિધિએ ગાંધી ફિલોસોફી વિષે જણાવ્યું છે કે ગાંધીજીમાંથી અમેરિકામાં માનવ અધિકાર માટે ડો.માર્ટિન લ્યુથરકિંગ જુનિઅરએ પ્રેરણાં મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રી રો ખન્નાના દાદા સ્વ.અમરનાથ વિદ્યાલંકાર સ્વાતંત્ર્ય સેનાની હતા. 

(8:47 pm IST)