Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સમગ્ર દેશમાં જીઓની મળશે વાઇફાઇ વોઇસ - વિડિઓ સર્વિસ : ફ્રી માં કરી શકાશે વાતચીત

જિયો વાઇ-ફાઇ કોલિંગ માટે ગ્રાહકો કોઈપણ વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરી શકશે

મુંબઈ : જિયોએ વાઇ-ફાઇ સર્વિસ પર રાષ્ટ્રીય સ્તરે વોઇસ અને વીડિયો સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા થોડા મહિનાઓથી જિયો આ સર્વિસનું પરીક્ષણ કરતી હતી, જેથી દરેક ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરી શકાય.

  જિયો વાઇ-ફાઇ કોલિંગ માટે ગ્રાહકો કોઈપણ વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે - વોઇસ અને વીડિયો કોલ્સ ઉત્તમ વોઇસ/વીડિયો-કોલિંગ અનુભવ પ્રદાન કરવા વોલ્ટી અને વાઇ-ફાઈ વચ્ચે અબાધિત રીતે સ્વિચ ઓવર થશે

  જિયો વાઇ-ફાઇ કોલિંગ હેન્ડસેટની સૌથી મોટી ઇકોસિસ્ટમ પર કામ કરે છે , જિયોનાં ગ્રાહકો વાઇ-ફાઇ કોલ્સ પર વીડિયો પણ કરી શકે છે અને આ તમામ કોઈપણ પ્રકારનાં વધારાનાં ખર્ચ વિના ઉપલબ્ધ છે

 !જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ આ સેવા શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે, 'જિયોમાં અમે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા સતત ઇનોવેશન કરીએ છીએ. આ તબક્કે જ્યારે જિયો ગ્રાહક દર મહિને સરેરાશ 900 મિનિટ વોઇસ કોલનો ઉપયોગ કરે છે અને ગ્રાહકોની સંખ્યા વધી રહી છે, ત્યારે જિયો વાઇ-ફાઇ કોલિંગ જિયોનાં દરેક ગ્રાહકનો વોઇસ-કોલિંગ અનુભવને ઉત્કૃષ્ટ બનાવશે, જે ભારતના પ્રથમ સંપૂર્ણ વોલ્ટી નેટવર્ક સાથે ઉદ્યોગજગતનું માપદંડ બની ચૂક્યો છે.

(8:04 pm IST)
  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST

  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST