Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

શેલ્ટર હોમ કાંડ : કોઇ પણ યુવતીની હત્યા કરાઈ નથી

નરકંકાલ સગીરાઓના નથી : સીબીઆઈ : શેલ્ટર હોમ સાથે જોડાયેલા તમામ ૧૭ મામલાની તપાસ પરિપૂર્ણ થઇ ચુુકી છે : સીબીઆઈએ કરેલો મોટો ખુલાસો

પટણા, તા. ૮ :  બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં સીબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં કોઇ યુવતીની હત્યા કરવામાં આવી નથી. એમ પણ જણાવવામાં આવ્યું છે કે, શેલ્ટર હોમથી મળેલા નરકંકાલો કોઇ કિશોરના નથી. શેલ્ટર હોમ સાથે જોડાયેલા તમામ ૧૭ મામલાઓમાં તપાસ પૂર્ણ થઇ ચુકી છે. નરકંકાલ બાળકીઓના હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. કોઇ યુવતીની હત્યા થઇ નથી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં કોઇપણ યુવતીની હત્યા થઇ નથી. શેલ્ટર હોમમાં જે નરકંકાલ મળ્યા છે તે સગીરાઓના નથી. બે કંકાલ મળી આવ્યા હતા. મોડેથી ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, એક કંકાલ પુરુષનો અને અન્ય મહિલાનો છે. મુઝફ્ફરપુર આશ્રય ગૃહ ઉત્પીડનના કેસમાં તપાસ પૂર્ણ થઇ ચુકી છે. જિલ્લા અધિકારીઓ સહિત કેટલાકની સામે રિપોર્ટ પણ રજૂ થઇ ચુક્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની સ્થિતિ રિપોર્ટમાં તપાસ સંસ્થાએ કહ્યું છે કે, ચાર પ્રાથમિક તપાસમાં કોઇ અપરાધિક કૃત્યને સાબિત કરે તેવા પુરાવા હાથ લાગ્યા નથી જેથી કોઇ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. તમામ ૧૭ આશ્રય ગૃહ મામલામાં તપાસ પૂર્ણ થઇ ચુકી છે. ૧૩ નિયમિત મામલામાં અંતિમ રિપોર્ટ કોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. ચાર પ્રારંભિક મામલામાં તપાસ પૂર્ણ થઇ ચુકી છે. ૧૭ શેલ્ટર હોમ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ૧૩ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. ચાર કેસમાં પ્રાથમિક તપાસ કરવામાં આવી ચુકી છે જેમાં જાણવા મળ્યું છે કે, કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. કુલ ૪૯ સરકારી અધિકારી અને ૨૩ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની સામે લાપરવાહી માટે વિભાગીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી. ૫૦ પ્રાઇવેટ શખ્સ અને એનજીઓ શેલ્ટર હોમ ચલાવી રહ્યા હતા. તેમને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ કરવામાં આવીહતી. તપાસ સંસ્થાએ કહ્યું છે કે, તમામ મામલામાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓની સામે કાર્યવાહી માટે બિહારના મુખ્ય સચિવને સીબીઆઈના રિપોર્ટ મોકલી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ એમ પણ કહ્યું છે કે, બિહાર સરકાર તરફથી અપીલ કરવામાં આવી હતી કે, વિભાગીય કાર્યવાહી કરવામાં આવે અને સીબીઆઈના નેતૃત્વ હેઠળ તપાસ કરવામાં આવ્યાબાદ ઉંડી તપાસ ચાલી રહીછે.

(7:50 pm IST)