Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાહુલ ગાંધી ઉપરનો કોમેન્ટનો વીડિયો વાયરલઃ દીપિકા પાદુકોણે દેશ તોડનારની તાકાતોનું સમર્થન કર્યું છેઃ શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ છપાકને બોયકોટ કરવાની માંગણી

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ મંગળવારે સાંજે  જેએનયુ પહોંચી અને ત્યારબાદથી મોટો બખેડો ઊભો થઈ ગયો છે. કેટલાક દીપિકાનો વિરોધ કરી રહ્યાં છે જ્યારે કેટલાક તેના પક્ષમાં છે. તેણે કન્હૈયાકુમાર અને જેએનયુની વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત કરી હતી. તે સાંજે અચાનક જ જેએનયુ કેમ્પસના સાબરમતી ટી પોઈન્ટ પહોંચી. અહીં તે લગભગ 10 મિનિટ સુધી રહી. પરંતુ કોઈ નિવેદન આપ્યું નહીં. આ દરમિયાન દીપિકાની સામે અમને જોઈએ આઝાદીના નારા પણ લાગ્યાં. દીપિકા ચૂપચાપ તેમનું સમર્થન કરીને નીકળી ગઈ. જો તે ત્યારબાદ તો દીપિકા ખુબ ટ્રોલ થવા લાગી અને આ સાથે જ તેનો રાહુલ ગાંધી પરનો કોમેન્ટનો વીડિયો વાઈરલ થવા લાગ્યો.

દીપિકાના જેએનયુમાંથી નીકળ્યા બાદ #BoycottChhapaak ટ્રેન્ડ કરવા લાગ્યો. આ હેશટેગ સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યાં કે તેણે  દેશ તોડનારી તાકાતોનું સમર્થન કર્યું છે. તે પણ ઈચ્છે છે કે દેશના ટુકડાં થઈ જાય. લોકો તેની 10 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ 'છપાક'નો બોયકોટ  કરવાની માગણી કરવા લાગ્યાં. આ સાથે જ દીપિકાનો એક જૂનો વીડિયો પણ ટ્રેન્ડ કરવા લાગ્યો. જેમાં તે ઈન્ટરવ્યું આપી રહી છે. આ વીડિયો શેર કરતા યૂઝર્સ લખે છે કે દીપિકા પાદુકોણ હકીકતમાં રાહુલ ગાંધીની ફેન છે. રાહુલ જેએનયુની ટુકડે ટુકડે ગેંગનું પણ સમર્થન કરે છે. આથી તે પણ તેમ કરી રહી છે. એટલે જ તો દેશને તોડનારા નારા દીપિકાની સામે લાગ્યાં અને દીપિકા આ કાર્યક્રમમાં સામેલ પણ થઈ.

વાઈરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ એક ચેનલના ઈન્ટરવ્યુંમાં કહેતી જોવા મળી રહી છે કે "હું રાજકારણ અંગે વધુ નથી જાણતી. પણ જે પણ ટીવી જોઉ છું તેમાં રાહુલ ગાંધી છે જે આપણા દેશ માટે ઘણુ બધુ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી એક દિવસ વડાપ્રધાન બની જશે. તેઓ યુવાઓના પડખે છે. ભવિષ્ય વિશે વિચારે છે. આપણા દેશ માટે તે ખુબ જરૂરી છે."

#BoycottChhapaak હેશટેગ સાથે યૂઝર્સ ખુબ એગ્રેસિવ જોવા મળી રહ્યાં છે. એક યૂઝરે તો લખ્યું કે છપાક નથી જોવાનો. મેં મારી ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. એક યૂઝરે લખ્યું કે પોતાની ફિલ્મના પ્રચાર માટે દીપિકાએ દેશ વિરોધી નારા સાંભળ્યાં. એક યૂઝરે લખ્યું કે દેશમાં 789 યુનિવર્સિટીઓ છે પરંતુ દીપિકા જેએનયુમાં જ કેમ ગઈ. કેમ કોઈ મેડિકલ સંસ્થાનમાં ન ગઈ જેથી કરીને એસિડ પીડિતાઓની સારવાર માટે કશું કહી શકત. તેને તો ફક્ત ટુકડે ટુકડે ગેંગનું સમર્થન કરવું હતું.

હવે 'છપાક'ની વાત કરીએ તો આ ફિલ્મ મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશીત છે અને તે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. દીપિકા ફિલ્મમાં માલતી નામની એક યુવતીની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા ઉપરાંત આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ છે અને છપાક 10 જાન્યુઆરી 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. 

(5:16 pm IST)
  • 27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST

  • ભારતીય અને બેઇજિંગ દૂતાવાસએ ભારતના બધા નાગરિકો (વ્યક્તિગત / જૂથ)ને, ભારત અને ચાઇના વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70 મી વર્ષગાંઠની ઉજવણી માટે લોગો ડિઝાઇન કરવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. લોકોએ પોતાના ડીઝાઇન કરેલા લોગોની એન્ટ્રી press.beijing@mea.gov.in ઈમેઈલ પર તા. 20-01-2020 સુધીમાં પોતાના નામ, ઉમર, સંપૂર્ણ કોન્ટેક્ટ વિગત અને પોતે બનાવેલ લોગો ડીઝાઇનની ટૂંક વિગત સાથે મોકલવાની રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે. access_time 7:29 pm IST

  • વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ પહોંચેલી દીપિકા પાદુકોણને લઈને કન્હૈયાકુમારે કહ્યું સારું થયું તે આવી પરંતુ મેં જોઈ નથી અને તેણી સાથે વાત કરી શક્યો નથી : મારી તેની સાથે મુલાકાત થઇ નથી: તે જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ આઈસી ઘોષને મળી access_time 1:24 am IST