Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

બેથી વધુ બાળકો પેદા કરનારાના મતાધિકાર છીનવી લેવો જોઇએઃ પ્રવીણ તોગડિયા

દેશને પોપ્યુલેશન બોમ્બથી બચાવવું પડશે

નવી દિલ્હી, તા.૮: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મંગળવારે જણાવ્યું કે, દેશને પોપ્યુલેશન બોમ્બથી બચાવવું પડશે. દેશમાં બેથી વધારે બાળકો પેદા કરનારને મતાધિકાર આપવો જોઇએ નહીં. આ દરમિયાન તોગડિયાએ નાગરિકતા સુધારણા કાયદાને લઇને મોદી સરકારના વખાણ પણ કર્યા હતા.જણાવ્યું હતું કે, અમારી માગ છે કે જો કોઇ વ્યકિત બેથી વધારે બાળકોને જન્મ આપે છો તો તેને ભારતમાં જે પણ સરકારી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેના પરિવારને આપવામાં આવે નહીં. બેથી વધારે બાળકોને જન્મ આપનારને ચૂંટણી લડવાની અને ચૂંટણીમાં વોટ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે. દેશને પોપ્યુલેશન બોમ્બથી બચાવવું પડશે.પ્રવીણ તોગડિયાએ નાગરિકતા કાયદા અંગે મોદી સરકારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય વખાણવા લાયક છે. આ કાયદાથી પ્રતાડિત લોકોને મદદ મળશે. પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રતાડિત હિન્દુઓ અને અન્ય ધર્મના લોકોને સારું જીવન મળશે.

(4:13 pm IST)
  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST

  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST