Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઇરાનમાં વિચિત્ર કાયદાઃ પિતા પુત્રી સાથે લગ્ન કરી શકેઃ મહિલાએ પરાણે 'સંબંધ' બાંધવાના

રસ્તા પર ગીત ગાવાની મનાઇઃ કોઇ ટાઇ પહેરી ન શકે

તહેરાન, તા.૮: વિશ્વના ઘણા એવા દેશો છે કે જે હંમેશા ત્યાંના વિચિત્ર કાયદાને લઈ ચર્ચામાં રહે છે. આવો જ એક દેશ ઈરાન છે. જયાં એવા એવા વિચિત્ર કાયદાઓ છે કે તેના વિશે જાણીને ખુબ નવાઈ લાગશે. લોકો પર એવા એવા દમન ગુજારવામાં આવે છે કે તમે ભાગ્યે જ એવું જોયું હશે. આ દેશમાં મહિલાઓ સ્ટેડિયમમાં જઈને પુરુષોની ગેમ ન જોઈ શકે. તેમજ મહિલાઓને અહીં હિજાબ ન પહેરવા બદલ બે મહિના જેલની સજા ફટકારવામાં આવે છે.

મહિલાઓને ટાઈટ કપડા પહેવાની પણ મનાઈ. જો પહેરે તો એણે ગુનો કર્યા કહેવાય. અહીં એક કાયદો એવો છે કે મહિલાઓ તેમના પતિને શારિરીક સંબંધ બાંધવાનો ઇનકાર કરી જ ન શકે. ઈરાનમાં મહિલાઓ પર પુરુષ સાથે હાથ પણ ન મિલાવી શકે. જો મહિલા કોઈની સાથે હાથ મિલાવતા પકડાય જાય તો તેની ધરપકડ કરવામાં આવે છે.

ગયા વર્ષે ઈરાનની મહિલા વોલીબોલ ટીમે ગ્લોબલ ચેલેન્જ ટૂર્નામેન્ટની અંડર -૨૩ કેટેગરીની ફાઇનલમાં જીત મેળવી હતી. ત્યારે પણ મહિલા ખેલાડીઓ વિજય બાદ ટીમના પુરુષ કોચ સાથે હાથ મિલાવી શકી ન હતી. કોચે કિલપબોર્ડ દ્વારા ખેલાડીઓ સાથે હાથ મિલાવીને જશ્ન મનાવ્યો હતો.

ઈરાનમાં ફકત પુરુષોને જ છૂટાછેડા લેવાનો અધિકાર આપવામાં આવે છે. અહીં સ્ત્રીઓને છૂટાછેડા માંગવાનો અધિકાર બિલકુલ આપવામાં આવતો નથી. આ સિવાય મહિલાઓને પતિની સંમતિ વિના કામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અહીં રસ્તા પર કોઈને પણ ગીત ગાવાની મનાઈ છે. તે પણ એક ગુનો છે. આ ઉપરાંત આ દેશમાં ટાઇ પહેરવાની પણ મંજૂરી નથી.

અહીં પિતા તેની પુત્રી સાથે લગ્ન પણ કરી શકે છે. વર્ષ ૨૦૧૩માં ઈરાનમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. તેનાં અંતર્ગત કોઈપણ પિતા તેની દત્ત્।ક લીધેલી પુત્રી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ આ માટેની શરત એ છે કે પુત્રીની ઉંમર ઓછામાં ઓછી ૧૩ વર્ષની હોવી જોઈએ.

(4:07 pm IST)