Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને ખાવા માટે મળશે મગની દાળનો હલવો, ઇડલી, વેજ રોલ્સ ને પુલાવ

નવી દિલ્હી,તા.૮: ઇસરોના નેકસ્ટ અંતરિક્ષ મિશન ગગનયાન માટે ચાર ભારતીયો ટૂંક સમયમાં જ ટ્રેઇનિંગ માટે રશિયા જવાના છે. ટ્રેઇનિંગ માટે પસંદગી પામેલા આ ભારતીય વાયુસેનાના પાઇલટ્સ અવકાશયાત્રા દરમ્યાન શું ખાશે એનું મેન્યૂ પણ તૈયાર કરવામાં આવ્યું છે. મૈસુરમાં આવેલી ડિફેન્સ ફૂડ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ ખાસ ટેકિનકથી બાવીસ પ્રકારની ખાણીપીણીનો સામાન તૈયાર કરવા કમર કસી છે. તેમના ફૂડ-મેન્યૂમાં એગ રોલ્સ, વેજ રોલ્સ, ઈડલી, મગની દાળનો હલવો અને વેજ પુલાવ જેવી ચીજો આપવામાં આવશે. ગગનયાત્રીઓ તેમની સાથે પાણી અને જૂસ પણ લઈ જઈ શકશે. ગગનયાનમાં ખાવાનું ગરમ કરવા માટે હીટર પણ અવેલેબલ હશે અને અહીં ગુરુત્વાકર્ષણ પણ ખૂબ ઓછું હોવાથી ખાસ પ્રકારનાં વાસણ પણ તૈયાર કરવામાં આવશે જેમાં યાત્રીઓ ભોજન રાખી શકે.  આ બધી ચીજો લઈ જતાં પહેલાં અંતરિક્ષયાત્રીઓને એ ચખાડવામાં આવશે અને તેમની પસંદગીના આધારે નક્કી થશે કે એમાંથી કઈ ચીજો તેમની સાથે મોકલવી. એસ્ટ્રોનોટ્સ માટે વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન એમ બન્ને પ્રકારનાં વ્યંજનો તૈયાર કરવામાં આવ્યાં છે.

(4:05 pm IST)