Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

આગળના વાહનથી તમારૂ વાહન ૪ મીટર દુર રાખો, નહીં તો ડબલ પૈસા કપાશે

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના ધાંધિયાથી વાહનચાલકો દંડાય છે

અમદાવાદ, તા. ૮ : કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરવાની કવાયત હાથ ધરાઇ છે ત્યારે અમદાવાદ સહિત રાજયના અંદાજે પ૦ ટકા જેટલા વાહન ચાલકોએ ફાસ્ટેગ ખરીદી લીધું છે, પરંતુ નવી શરૂ થયેલી આ સિસ્ટમમાં રહેલી અનેક ખામીઓના કારણે વાહન ચાલકો આજે પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

નવી મુસીબત એ છે કે કેટલાક ટોલનાકા પર વાહનધારકોના પૈસા બે વખત કપાતા હોવાથી ફરીયાદો ઉઠી છે ત્યારે ટોલ પ્લાઝાના અધિકારીઓ પણ આ મુદે અનેક તર્ક આપી રહ્યા છે.

નવું સોલ્યુશન નહિ પણ નવો તર્ક એ છે કે એક વાહન પાછળ બીજું વાહન ચાર મીટર દૂર રાખવામાં આવે તો આ સમસ્યા ઉકેલી શકાય છે એટલે ફરજિયાતપણે વાહન ચાલક પોતાનું વાહન આગળના વાહનથી ૪ મીટર દૂર રાખે તો ફાસ્ટેગના ડબલ પૈસા નહિ કપાય.કેટલાક ટોલ પર સ્કેનર ફાસ્ટેગ માટે કોઇ પણ સમસ્યા હોય અથવા સ્કેન ન થતો હોય અથવા બ્લેકલિસ્ટ બતાવતો હોય તો જે તે કંપનીના ફાસ્ટેગ પર આપેલા હેલ્થ લાઇન નંબર પર ફોન કરી સમસ્યા અંગે જાણ કરી શકાય છે.

(4:05 pm IST)