Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કોંગ્રેસ એકલા ચૂંટણી લડશે: કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં : સુભાષ ચોપડા

બધા વીજ ગ્રાહકો માટે 600 યુનિટ સુધીનું રાહત પેકેજ અપાશે

નવી દિલ્હી : દિલ્હી કોંગ્રેસ સમિતિએ વિધાનસભાની ચૂંટણી માટે વોરરૂમ તૈયાર કરી દીધો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાએ વોરરૂમના ઉદઘાટન સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાણ થવાની સંભાવના પર મોટું નિવેદન આપ્યું હતું.

 સુભાષ ચોપડાએ કહ્યું કે, કોંગ્રેસ દિલ્હીમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં અને વિધાનસભાની 70 બેઠકો પર જાતે જ ચૂંટણી લડશે

  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સમક્ષ મહાગઠબંધન કરવાની ખુલ્લી ઓફર કરી હતી, પરંતુ કોંગ્રેસે ઘણા દિવસોની લડત બાદ તેનો ઇનકાર કર્યો હતો. આ ઇનકાર પછી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસ ઇરાદાપૂર્વક ભાજપને ફાયદો આપવા માંગે છે

(2:20 pm IST)