Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા કોંગ્રેસના 200 મુરતિયા ઇચ્છુક : કાર્યાલયે વધ્યો ધસારો

અન્ય પક્ષોના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માટે પણ પહોંચ્યા

નવી દિલ્હી : નવી દિલ્હીની વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગતાં થયાં હતાં. કોંગ્રેસ પક્ષની ટિકિટ મેળવવા ઓછામાં ઓછા 200 નેતા-કાર્યકરોએ દાવો કર્યો હતો. અત્યાર અગાઉ થયેલા ઓપિનિયન પૉલના વર્તારા મુજબ ઝારખંડની જેમ દિલ્હીમાં પણ ભાજપને નુકસાન થવાની શક્યતા વધુ હતી.  કોંગ્રેસ વડા મથકે ટિકિટવાંચ્છુ લોકોએ દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા કાર્યાલય પર સવારથી સાંજ સુધી સતત ધસારો કર્યો હતો

દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપરાએ એવો દાવો કર્યો હતો કે દિલ્હીમાં કોંગ્રેસનું સ્થાન સુદ્રઢ હોવાથી કોંગ્રેસની ટિકિટ મેળવવા જબરો ધસારો થયો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અન્ય પક્ષોના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માટે પણ આવી રહ્યા હતા.

(2:17 pm IST)