Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

૧૦ ટ્રડ યુનિયનોની હવે હડતાળ વચ્ચે ટ્રેન રોકાઇ

બેકિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા પર માઠી અસર : સરકારની વર્કર વિરોધી તેમજ એકપક્ષીય શ્રમ સુધારાઓ સામેના વિરોધમાં હડતાળ : બંધને રાહુલ ગાંધીનું સમર્થન

નવી દિલ્હી, તા. ૮: કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓની સામે ૧૦ ટ્રેડ યુનિયનો તરફથી આજે ભારત બંધની હાકલ કરવામાં આવ્યા બાદ કેટલીક જગ્યાએ તેની અસર દેખાઇ હતી. જ્યારે ગુજરાતના અમદાવાદ સહિત કેટલાક રાજ્યોમાં તેની કોઇ અસર રહી ન હતી. ભારત બંધની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં સરકારી બેંકો, ટ્રાન્સપોર્ટ અને બીજી સેવાને અસર થઇ હતી. કેટલીક જગ્યાએન ટ્રેનો રોકવામાં આવી હતી. જોરદાર દેખાવ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારની નીતિઓ સામેના વિરોધમાં હડતાળમાં કેટલાક બેંક યુનિયન પણ સામેલ થયા છે. જેથી બેંકિંગ કામકાજ ઉપર પણ અસર થઇ રહી છે.  દેશવ્યાપી હડતાળમાં ભાગ લઇ રહેલા અનેક સંગઠનો દ્વારા દાવો કરાયો છે કે, ૬૦ સ્ટુડન્ટ યુનિયનો પણ સામેલ છે.  બેંકો બંધ રહેવાથી એટીએમમાં રોકડ કટોકટી ઉભી થઇ શકે છે. ૯મી જાન્યુઆરીના દિવસે પણ આની અસર થઇ શકે છે. બેંક ઓનલાઈન બેંકિંગની સુવિધા ઉપર પણ આની કોઇ અસર દેખાઇ રહી નથી.  હડતાળને લઇને એસબીઆઈનું કહેવું છે કે, કામકાજ ઉપર આંશિક અસરથઇ રહ્યુ છે.  બેંક કર્મચારીઓના પાંચ સંગઠનોએ પણ હડતાળની જાહેરાત કરી છે. એક પક્ષીય શ્રમ સુધારા અને વર્કર વિરોધી નીતિઓના પરિણામ સ્વરુપે આ હડતાળ કરવામાં આવી છે. ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે હાથ મિલાવ્યા છે. હડતાળમાં ૨૦ કરોડ લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  ફોર્મલ અને ઇનફોર્મલ સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વર્કરો આ હડતાળમાં સામેલ થઇ રહ્યા છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ,ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરો પણ આ હડતાળને ટેકો આપી ચુક્યા છે.  સીટીયુ દ્વારા એક પક્ષીય શ્રમ સુધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ગયા વર્ષે પણ આજ દિવસે હડતાળ પાડવાની જાહેરાત કરાઈ હતી.

 તે પહેલા બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ હડતાળ ઉપર ગયા હતા. સરકાર રોજગારીની તકો ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. યુનિયનોની ૧૨ મુદ્દાની માંગણીની અવગણના કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ ન રહેતા.

(4:10 pm IST)
  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST