Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ક્રુડ બેરલના ભાવ એક દિવસમાં ૪.પ૩ ટકા વધ્યા

અમેરીકન બેઝ પર ઇરાનના હુમલા પછી ક્રુડના ભાવમાં ઉછાળો

નવી દિલ્હી, તા., ૮: ઇરાન દ્વારા ઇરાકમાં અમેરીકન બેઝ પર કરાયેલ મીસાઇલ હુમલા પછી કાચા તેલની કિંમતોમાં ઘણો ઉછાળો આવ્યો છે. ઇરાનના હુમલા પછી ક્રુડની કિંમતોમાં ૪.પ ટકાનો ઉછાળો આવ્યો છે. ડબલ્યુ ટીઆઇ ઇન્ડેકસ પર ક્રુડની કિંંમતો ૪.પ૩ ટકા વધીને ૬પ.પ૪ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઇ છે.

કાચા તેલની કિંંમતમાં ભલે ઉછાળો આવ્યો હોય પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તેન કોઇ અસર નથી જોવા મળી. છ દિવસ સુધી સતત  ભાવ વધારા પછી આજે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહયા છે. છ દિવસોમાં પેટ્રોલ ૬૦ પૈસા અને ડીઝલ ૮૩ પૈસા મોંઘુ થયું હતું.

(1:12 pm IST)