Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પોસ્ટલ-LIC-BSNL ઇન્કમટેક્ષ કચેરીઓ સૂમસામ

રાષ્ટ્રવ્યાપી હડતાલમાં કર્મચારીઓ જોડાયાઃ લોકોના કામો અટકયાઃ જંગી રેલીઃ જાહેરસભા

રાજકોટ તા.૭ : કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં તથા પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં વિવિધ રાષ્ટ્રવ્યાપી યુનિયનોએ  આપેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના એલઆઇસી ઓફ ઇન્ડીયાના કર્મચારીઓ જોડાઇને હડતાલ પાડી રહ્યા છે.  આ હડતાલમાં એલઆઇસી કર્મચારીઓના અગ્રણી રાષ્ટ્રવ્યાપી યુનિયન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસીએશન (AIIEA) ઉપરાંત કામદારો તથા કર્મચારીઓના રાષ્ટ્રવ્યાપી સંગઠ્ઠનો ઇન્ટુક, આઇટુક, એચ.એમ. એસ. સી આઇ ટીયુ., એઆઇયુટી યુસી, એ આઇ સીસી ટીયુ સહિતના ટ્રેડ, યુનિયનો ઉપરાંત ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોઇઝ એસોસીએશન, સંરક્ષણ, ખાણ-ખનીજ, બીએસએનએલ પોસ્ટલ સહિતના રાજય તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઇન્કમટેકસ યુનિયન, આંગણવાડી, આશા-મધ્યાહન ભોજન સેવાર્થીના ફેડરેશનો, મહામંડળો તથા એસોસીએશનો જોડાયા છે, પરીણામે તમામ કચેરીઓ સૂમસામ બની ગઇ હતી. લોકોના કામો અટકયા હતા, ધરમધકકા થયા હતા.

આજે હડતાલ દરમિયાન મોચી બજાર ચોક ખાતે દેખાવો જંગી રેલી-બાદ જાહેરસભા યોજાઇ હતી.

ે કેન્દ્ર સરકારની આર્થિક નીતીઓના વિરોધમાં આ રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન અપાયું છે ગણ્યા ગાંઠયા ઉદ્યોગપતિઓ અનેવિદેશી કોર્પોરેટ કંપનીઓને માલામાલ કરવાની નીતીના વિરોધમાં તથા ખાડે ગયેલા અર્થતંત્ર અને તેને કારણે સર્જાયેલી અસહ્ય મોંઘવારી, બેરોજગારીની સ્થિતિ સહિતના વિવિધ મુદ્દા હડતાલમાં વણી લેવાયા છે. એલઆઇસી રાષ્ટ્રીયકૃત બેંકો સહિતની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓના કર્મચારીઓ આ હડતાલમાં જોડાઇને કેન્દ્ર સરકારની આર્થિક નીતીઓનો પ્રંચડ વિરોધ કરાયો હતો.

(11:45 am IST)