Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઓશોને સાંભળીને કંઈક ખોવાયેલુ પાછું બહાર આવે છે

મને જયારે પણ તક મળે છે ત્યારે હું ઓશો મેડીટેશન રિસોર્ટમાં ધ્યાન કરવા માટે આવી જાઉં છું. અહિં દરેક વ્યકિત પોતાના સ્વયંની શોધ માટે આવેલો હોય છે, એટલે તમે અહિં પોતાની સ્વયંની નિજતામાં જીવી શકો છો. અહિં એક હર્યો ભર્યો સંસાર હોવા છતાં પણ તમે સંસારથી અલગ હો છો. આ સ્થિતિમાં પોતાની ભીતરમાં ઉતરવાનું સરળ બની જાય છે અને પોતાની ભીતર, પોતાની સાથે વિતાવેલી ક્ષણો જ જીવનની દરેક દોડધામમાં હસતા હસતા પસાર થવામાં મદદરૂપ બને છે. ઓશોને જયારે હું સાંભળવા બેસુ છું તો લાગે છે કે કંઈક જાણીતુ પણ ખોવાયેલુ ફરીથી મારા હૃદયમાં આવી ગયુ છે.

     અરૂણા ઈરાની (ફિલ્મ અભિનેત્રી)

(11:44 am IST)