Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

મહાહડતાલ...ભારત બંધ... કામદારોનાં દેખાવો

પ.બંગાળ, કર્ણાટક, કેરળ, ઓડિશા, સહિતના રાજયોમાં વ્યાપક અસરઃ ઠેરઠેર ટ્રેનો રોકી પ્રદર્શનઃ બેંક-વીમા સહિતના ક્ષેત્રે કામકાજ ઠપ્પઃ કુલ રપ કરોડ કામદારો હડતાલ ઉપરઃ શ્રમિક વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ પાછી ખેંચવા માંગ

નવી દિલ્હી તા. ૮ :.. કેન્દ્ર સરકારની શ્રમિક વિરોધી, જન વિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ સામે આજે ૧૦ જેટલા શ્રમિક સંગઠનોએ આપેલા ભારત બંધ-મહાહડતાલના એલાનની અનેક રાજયોમાં વ્યાપક અસર પડી છે. પ.બંગાળ, કર્ણાટક કેરળ, ઓડિશામાં ટ્રેનો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેંકો, ટ્રાન્સપોર્ટ અને બીજી સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. કર્ણાટકમાં કેટલીક બસોમાં તોડફોડ કરવામાં આવી છે. પ. બંગાળના ર૪ પરગણામાં પણ ટ્રેન રોકવામાં આવી છે. પ.બંગાળમાં લેફટ અને બીજા પક્ષો સાથે જોડાયેલા યુનિયનોએ સરકારની નીતિઓ સામે બંધનું એલાન આપ્યું છે.

આજે દેશભરની સ્ટેટ બેંક અને આઇએબી સિવાયની બેંકોના કર્મચારીઓ હડતાલ પર રહેતા બેન્કીંગ કામકાજ ખોરવાયુ છે. એકલા ગુજરાતમાં જ ૧પ૦૦૦ કરોડનાં નાણાકીય વ્યવહારો ઠપ્પ થઇ ગયા છે.

ઓડીશામાં બંધની અસર જોવા મળે છે. ભુવનેશ્વરમાં કોંગ્રેસ સમર્થિત ટ્રેડ યુનિયનનનાં કાર્યકરોએ હાઇવે બ્લોક કર્યો છે ટ્રેનો રોકી છે.

કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. આ પરિસિૃથતિ વચ્ચે કેન્દ્ર સરકારથી નારાજ દેશભરના ખેડૂતો, વ્યાપારીઓ, યુવાઓ, મજૂરો, કેન્દ્રીય કર્મચારીઓ, બેંકોના કર્મચારીઓના ૨૦૦દ્મક વધુ મોટા સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી છે અને તેમાં બેંકોના કર્મચારીઓ પણ જોડાઇ ગયા છે જેને પગલે દેશભરની મોટા ભાગની બેંકો બંધ છે. સાથે જ અન્ય નાણાકીય વ્યવહારો, વ્યાપાર અને શાકભાજી જેવી ખાધ્ય વસ્તુઓ પર અસર પહોંચી શકે છે કેમ કે આ હડતાળમાં ૧૭૫દ્મક વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે જેમણે પણ આઠમીએ ગ્રામીણ ભારત બંધનું પણ એલાન કર્યું છે.

રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ યુનિયન આઇએનટીયુસી, આઇટીયુસી, એચએમએસ, સીટુ, આઇઉટુક, ટીયુસીસી, એસઇડબ્યૂએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી સહિત અનેક વ્યાપારી અને મજૂર, ખેડૂતોના ૧૭૫દ્મક વધુ સંગઠનો, કેન્દ્રીય કર્મચારીઓ આઠમી તારીખે ભારત બંધ પાળી હડતાળ પર છે.

ટ્રેડ યુનિયન, બેંકના કર્મચારીઓ, ખેડૂતો અને અન્ય સંગઠનો દ્વારા એક સંયૂકત નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર દેશના મજૂરો, કામદારો, કર્મચારીઓ, આમ નાગરિકો, ગરીબો, ખેડૂતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે આ ઉપરાંત એવી નીતિઓ લાવી છે કે જે આ દેશના મજૂરો, કર્મચારીઓને વધુ નુકસાન કરી રહી છે. દેશભરમાંથી ૧૦૦દ્મક વધુ નાની મોટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ખેડૂત સંગઠનોની સાથે કેન્દ્રીય કર્મચારીઓ, રાષ્ટ્રીય સ્તરની બેંકો, આરબીઆઇ સહિતની બેંકો પણ આ બંધમાં  છે.

આંદોલનકારીઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર સરકારી કંપનીઓ છે તેને બચાવવામાં પણ નિષ્ફળ રહી છે, દેશના ૧૨ એરપોર્ટને ખાનગી કંપનીઓને વેચી દેવામાં આવ્યા છે. હાલ સૌથી મોટી સરકારી કંપનીઓ એર ઇન્ડિયા, બીએસએનએલ, એમટીએનએલ સહિત અનેક સરકારી એકમોને સરકાર ખતમ કરી રહી છે અને તેની સીધી અસર આ કંપનીઓમાં કામ કરતા મજૂરો અને દેશના અર્થતંત્ર પર વિપરીત પડી રહી છે. સાથે જ કેન્દ્ર સરકારથી ખેડૂતો પણ નારાજ છે અને તેથી ૧૭૫ ખેડૂત સંગઠનો પણ જોડાવાના છે અને તેમણે ટેકો જાહેર કરી દીધો છે.

દેશમાં વધી રહેલી ખેડૂતોની આત્મહત્યા, ટેકાના ભાવ નથી મળી રહ્યા તેવા અનેક મુદ્દાઓને લઇને ખેડૂતો સરકારથી નારાજ છે. સાથે જ માથે જે દેવુ છે તેને માફ કરવાની માગણી પણ આ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોએ પણ ગ્રામીણ ભારત બંધનું એલાન કર્યું છે, જેને પગલે ખેડૂતો શહેરોમાં કોઇ પણ વસ્તુને નહીં મોકલે, શાકભાજી, દુધની તંગી ઉભી થઇ રહી છે.

(4:08 pm IST)
  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST