Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભારતીય મૂળનાં બે મહિલા વકીલની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક

બંને મહિલાઓને ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટના ન્યાયાધીશ પદે નિમવામાં આવ્યા છે

નવી દિલ્હી,તા.૮: મૂળ ભારતના બે મહિલા વકીલોને ન્યુયોર્ક શહેરની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા છે. ન્યુયોર્ક શહેરના મેયર બિલ ડે બ્લાસિયોએ આ નિયુકિત કરી છે. બંને મહિલાઓને ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટના ન્યાયાધીશ પદે નિમવામાં આવ્યા છે. આ પૈકી અર્ચનારાવ નામના ધારાશાસ્ત્રીને ફોજદારી કોર્ટ, જયારે દીપા અંબેકરને દિવાની કોર્ટમાં ન્યાયાધીશ બનાવાયાં છે. રાવને આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં દિવાની અદાલતમાં વચગાળાના ન્યાયાધીશપદે નિમવામાં આવ્યા હતા. અર્ચના રાવ ન્યુયોર્ક કાઉન્ટી જિલ્લા અટોર્ની કાર્યાલયમાં ૧૭ વર્ષથી કાર્યરત છે.

અન્ય ધારાશાસ્ત્રી દીપા અંબેકરને મે ૨૦૧૮માં દિવાની અદાલતમાં વચગાળાના ન્યાયાધીશરૂપે નિયુકત કરાયા હતા. મેયર ડે બ્લાસિયોએ ફેમિલા કોર્ટ, ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટમાં ૨૮ ન્યાયિક નિમણૂંકો કરી છે. જે ગઈ તા.૧ જાન્યુઆરીથી અમલી બની છે. ન્યાયાધીશ અર્ચના રાવ અમેરિકાના ફાયનાન્સિયલ ફ્રોડસ બ્યુરોના વડા તરીકે પણ સેવા આપી ચૂકયા છે. વાસ્સાર કોલેજના સ્નાતક એવા રાવે ફોરધામ યુનિવર્સિટી સ્કુલ ઓફ લોમાંથી જયુરિસ ડોકટરની પદવી મેળવી છે. દીપા અંબેકર અગાઉ ન્યુયોર્ક સિટિ કાઉન્સિલમાં વરિષ્ઠ ધારાકીય વકીલ તેમજ જાહેર સલામતી સમિતિના વકીલ રહી ચૂકયા છે.

તેઓ અમેરિકાની કાનૂની સહાય સમિતિ અને ક્રિમિનલ ડિફેન્સ વિભાગના સ્ટાફ- વકીલ પણ હતા. દીપા અંબેકર યુનિવર્સિટી ઓફ મિશિગનના સ્નાતક છે. અને રૂટગર્સ લો સ્કૂલમાંથી જયુરિસ ડોકટર બન્યા છે. મેયરે નિમણૂંક પછી જણાવ્યું કે આ હોદ્દા પર નિમણૂંક મેળવનારા ઉપરોકત વ્યાવસાયિકો ગૌરવપૂર્વક ન્યુયોર્કનું પ્રતિનિધિત્વ કરે છે. અદાલતી કામકાજ ક્ષિતિવિહીન બની રહે એ માટે આ લોકો અવિરત કાર્યરત રહેશે. આપણે સુહ કોઈ માટે સુંદર સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ એની ખાતરી માટે આ સમુદાયની સેવા આવશ્યક છે.

(10:54 am IST)
  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST

  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST