Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કાસિમ સુલેમાનીની હત્યાનો લીધો બદલો

યુદ્ધના ભણકારાઃ ઈરાનનો અમેરિકા ઉપર હુમલો

ઈરાકમાં અમેરિકી એરબેઈઝ ઉપર ઈરાને ડઝનથી વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડયા, ઈરાન કહે છે... હજુ તો શરૂઆત છેઃ ઇરાનના વડાનો દાવો... ૨૨ મિસાઇલો છોડીઃ ૮૦ અમેરિકન સૈનિકોના મોત

વોશીંગ્ટન, તા. ૮ :. અમેરિકી એરસ્ટ્રાઈકમાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ આજે વળતી કાર્યવાહી કરીને ઈરાને ઈરાકમાં મોજુદ અમેરિકાના બે સૈન્ય એરબેઈઝ પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો છે. પેન્ટાગોનના કહેવા મુજબ અમારા ઉપર એક ડઝનથી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. આ પછી બન્ને દેશો વચ્ચે ટેન્શન વધી ગયુ છે.

ઇરાકમાં અમેરિકાના એરબેઝ પર ઇરાન દ્વારા મિસાઇલોથી હુમલા કર્યાના સમાચાર છે. પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડાઇ છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ તૈનાત છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઇપણ નુકસાનના સમાચાર નથી. અમેરિકન રક્ષા અધિકારીના મતે લગભગ સવારે સાડા પાંચ વાગ્યે અમેરિકન અને ગઠબંધન સેનાના ઠેકાણા પર ૧ ડઝન મિસાઇલોથી હુમલો કરાયો છે. બુધવારે ઈરાની રિવોલ્યુશનરી

ગાર્ડ કમાંડરે સરકારી મીડિયાને જણાવ્યું કે, ઈરાકમાં આવેલ યુએસના એરબેસ પર ઈરાની મિસાઈલ હુમલો તો ફકત એક પહેલું પગલું છે. તેહરાન અમેરિકન સૈન્યને નહીં છોડે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાની સેનાઓને પરત પાછી ખેંચવી જ પડશે અથવા તો અમારી પહોંચથી દૂર કરવી પડશે.

અમેરિકન સેના બેઝ પર બુધવારે વહેલી સવારે મિસાઇલ હુમલા બાદ પેંટાગને નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ હુમલામાં થયેલા નુકસાનની અંગે સર્વે કરી રહ્યા છે. કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન ખૂબ જ ગુસ્સામાં છે અને તેણે આક્રમક પગલા ઉપાડશે તેવી સ્પષ્ટ વાત જાહેર કરી હતી.

યુએસ મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી હુમલાની પુષ્ટિ કરી જયાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આની પહેલાં પણ ઇરાને અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીને ઠાર મારવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ ક ઇરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ઇરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના ૫૨ ઠેકાણાને નિશાન બનાવાની ધમકી આપી હતી.

ત્યારબાદ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ ૫૨ની બદલે ૨૯૦ની વાત કહી હતી. રૂહાનીએ કહ્યું હતું કે જે લોકો ૫૨દ્ગક વાત કહી રહ્યા છે તેમણે ૨૯૦ પણ યાદ રાખવા જોઇએ. આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના ૫૨ ઠેકાણા પર નિશાન તાકવાની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ ૧૯૮૮ની દ્યટના યાદ અપાવી જયારે યુએસ વોરશિપે ઇરાની પેસેન્જર વિમાન પર હુમલો કર્યો હતો જેમાં ૨૯૦ લોકોના મોત થયા હતા.

(3:16 pm IST)
  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST

  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST

  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST