Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સોનાના ભાવ 42 હજારની સપાટી વટાવી 40500ના સ્તરે પરત ફર્યુ : પેટ્રોલ-ડીઝલની કિંમતની તેજી તરફ આગેકુચ

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પરિણમી છે.આ પરિસ્થિતિને પગલે ભારતમાં મોંઘવારી કૂદકેને ભુસકે વધી રહી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવની અસરના પગલે સોનાનાં, પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો જોવામા આવી રહ્યો છે. સાથો સાથ શેરબજારમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, 10 ગ્રામ સોનાનાં ભાવએ રૂપિયા 42 હજારની સપાટી વટાવી દીધા પછી આજે 40500 પર પરત ફર્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર 40 પૈસા અને ડીઝલમાં પ્રતિલિટર 55 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. આ સાથે શેરબજારમાં પણ સતત ચહલ-પહલલ જોવા મળી રહી છે. નિફ્ટી અને સેન્સેક્સ સતત અપડાઉનની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

એકતરફ સરકાર દ્વારા ભારતનાં અર્થતંત્રને ઉભું કરવા માટેની કસરતો શરુ કરી દેવામાં આવી છે, જેથી કરીને આ વખતનાં રાષ્ટ્રીય બજેટમાં સરકાર દેશની પાયાની કહી શકાય તેવી બેરોજગારી, મોંધવારી જેવી બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે અને અર્થતંત્રના ઉથ્થાન માટેનાં સચોટ પગલા ભરી શકે

 , અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ સંદર્ભે પૂર્વે પણ ઘણા પગલા ભરી હાથપગ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઇને કોઇ કારણે સરકાર અર્થતંત્રને બેઠુ કરવામાં સફળ રહી નથી.

(12:36 am IST)