Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

દિલ્હી વિધાનસભાન ચૂંટણીમાં એકલેહાથે ઝંપલાવશે જેડીયુ : નીતીશકુમાર ખુદ પ્રચાર કરશે :સભા ગજાવશે

દિલ્હીમાં રહેતા પૂર્વાચલના મતદારો પર જેડીયૂની નજર

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું છે રાજધાનીમાં, સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ), ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ મુખ્ય  છે. આ દરમિયાન જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડશે.

  બિહારના વરિષ્ઠ જેડીયુ નેતા અને બિહાર સરકારના પ્રધાન સંજય ઝાએ કહ્યું છે કે પાર્ટી નેતૃત્વએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણ શક્તિથી લડવાનો નિર્ણય લીધો છે. આ મામલે પાર્ટીએ રણનીતિ બનાવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને  પરિણામો 11 ફેબ્રુઆરીએ આવશે

 . જેડીયુના દિલ્હી પ્રભારી સંજય ઝાએ જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દિલ્હી એકમની વિનંતી પર રાજ્યમાં ચૂંટણી લડવાની સંમતિ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં નિર્ણય લેવામાં આવ્યો નથી કે પાર્ટી વિધાનસભાની કેટલી બેઠક લડશે પરંતુ વિધાનસભાની કુલ બેઠકોમાંથી કોઈપણ બેઠકમાં પોતાના ઉમેદવારોને કેવી રીતે ઉતારશે. પૂર્વાંચલના લોકો મોટી સંખ્યામાં દિલ્હીમાં રહે છે અને જેડીયુ આ મતો પર નજર રાખી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ આ ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે.

(10:35 pm IST)