Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમેરિકા હિંદ મહાસાગરમાં 6 ફાઇટર વિમાનો બી-52 તૈનાત કરશે

ફાઇટર વિમાનો બ્રિટીશ આધિપત્યવાળા ડિયાગો ગાર્સીયામાં તૈનાત કરાશે.

વોશિંગ્ટન:અમેરિકાની સેના ઇરાનની સાથે વધતી તંગદીલી જોતા હિંદ મહાસાગરમાં 6 ફાઇટર વિમાનો બી-52 વિમાનો તૈનાત કરશે આ ફાઇટર વિમાનો બ્રિટીશ આધિપત્યવાળા ડિયાગો ગાર્સીયામાં તૈનાત કરાશે.

 અમેરિકાની એક ન્યુઝ એજન્સીએ પાક અધિકારીનાં માધ્યમથી જણાવ્યું કે ફાઇટર વિમાન તૈનાત કરવાનો એ મતલબ નથી કે ઇરાન વિરૂધ્ધ હુમલાનો આદેશ અપાયો છે.આ તૈનાતી એટલા માટે કરાશે કે જેથી આ ક્ષેત્રમાં સૈન્ય બળ અને તેની હાજરી બતાવી શકાય.

 ઇરાનનાં સાસ્કૃતિક સ્થાનોને પણ નિશાન બનાવવાની ટ્રમ્પે આપી છે. તેમણે કહ્યું કે તે અમેરિકા વિરૂધ્ધ જે પણ પગલા ભરે છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઈરાનના 52 સ્થાનો અમારા નિશાન પર છે.તેમાંથી ઘણાં સાંસ્કૃતિક સ્થાનો પણ છે.

  છેલ્લા સપ્તાહમાં અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપીને ઇરાકની રાજધાની બગદાદનાં એરપોર્ટ પર હવાઇ હુમલા કર્યા,આ હુમલામાં ઇરાનનાં કુદ્સ ફોર્સનાં પ્રમુખ કાસિમ સુલેમાની માર્યા ગયા હતાં.ત્યાર બાદ ઇરાકે રવિવારે અમેરિકાનાં સૈનિકો અને અન્ય વિદેશી સૈનિકોને દેશ છોડવા માટે કહ્યું હતું.

(10:18 pm IST)