Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

''એલેક્ષા પ્રાઇઝ'': અમેરિકાની ૧૦ યુનિવર્સિટીઓ વચ્ચેની સ્પર્ધામાં ૨ યુનિવર્સિટી ઇન્ડિયન અમેરિકનના નેતૃત્વ હેઠળ મેદાનમાં

સોન ડીએગોઃ એલેક્ષા પ્રાઇઝ સોશીઅલબોટ ગ્રાન્ડ ચેલેન્જ થ્રીમાં અમેરિકાની ૧૦ યુનિવર્સિટી ભાગ લઇ રહી છે. જે પૈકી ૨ યુનિવર્સિટી ઇન્ડિયન અમેરિકનના નેતૃત્વ હેઠળ મેદાનમાં છે.

આર્ટીફિશીઅલ ઇન્ટેલીજન્સ ગૃપ સાથેની યુનિવર્સિટી ઓફ સાન ડીએગોની ટીમ ઇન્ડિયન અમેરિકન ph.D સ્ટુડન્ટ બોધિસત્વ મજુમદારના નેતૃત્વ હેઠળ સ્પર્ધામાં છે જયારે અશ્વિન પરાંજપેના નેતૃત્વ હેઠળ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ટીમ મેદાનમાં છે.

આ ઉપરાંત અન્ય ૯ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ જુદી જુદી યુનિવર્સિટીઓની ટીમમાં શામેલ છે.

(8:47 am IST)