Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

નાણાકીય વર્ષના નવ મહિનામાં ડાયરેક્ટ વેરાની વસૂલાત 13 ટકા વધીને 7.43 લાખ કરોડે પહોંચી

 

નવી દિલ્હી :નાણાંકીય વર્ષ 2018-19માં (એપ્રિલ-ડિસેમ્બર) દરમિયાન પ્રથમ નવ મહિનામાં ડાયરેક્ટ ટેક્સની આવક 13.6 ટકા વધીને  7.43 લાખ કરોડે પહોંચી છે. ટેક્સની આવક નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન દર્શાવે છે જે રિફંડ એડજસ્ટ કર્યા બાદની છે. સરકારે  11.50 લાખ કરોડનો ટાર્ગેટ રાખ્યો હતો જેમાં કુલ બજેટના અંદાજિત ડાયરેક્ટના 64.7 ટકા જેટલો વસૂલી લેવાયો છે  એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ઈશ્યુ કરેલા રિફંડ વર્ષમાં 17 ટકાની વૃધ્ધિ સાથે 1.30 લાખ કરોડના છે.

  ગ્રોસ ટેક્સ કલેક્શન વર્ષમાં 14.1 ટકાની વૃધ્ધિ સાથે 8.74 લાખ કરોડ પર પહોંચ્યો છે. જોકે, આંકડો ઈન્કમ ડેકલેરેશન સ્કિમ (આઈડીએસ)-2016ના અંતર્ગતના એક્સ્ટ્રાઓર્ડિનરી કલેક્શનનો પણ સમાવેશ થાય છે જે  10.844 કરોડ હતો

 કોર્પોરેટ ઈન્કમ ટેક્સ (સીઆઈટી)માં 14.8 ટકાની વૃધ્ધિ નોંધાઈ છે જ્યારે પર્સનલ ઈન્કમટેક્સમાં (પીઆઈટી)માં 17.2 ટકાની વૃધ્ધિ નોંદાઈ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે રિફંડ એડજસ્ટમેન્ટ બાદ સીઆઈટી કલેક્સનમાં 16 ટકાની વૃધ્ધિ અને પીઆઈટી કલેક્શનમાં 14.8 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. સરકારે એડવાન્સ ટેક્સ પેટે 3.64 લાખ કરોડ ઊઘરાવ્યો છે કે જે ગત વર્ષે સમયગાળા દરમિયાન કરતા 14.5 ટકા વધુ છે.

(12:22 am IST)